
સ્વાસ્થ્ય સંબંધિત સલામતી પૂરી પાડવા બદલ સરકારશ્રીનો હું ઋણી છું : લાભાર્થી ભાઈલાલભાઈ રાઠોડ
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
આયુષ્માન ભારત: પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના’ અંતર્ગત કુટુંબના તમામ સભ્યોને, કુટુંબદીઠ વાર્ષિક પાંચ લાખની મર્યાદામાં તમામ સરકારી દવાખાનાઓ તથા સરકારમાન્ય ખાનગી દવાખાનાઓમાં સરકાર દ્વારા નિયત કરાયેલા ગંભીર રોગોની સારવાર નિ:શુલ્ક આપવામાં આવે છે, જેનો લાભ લઈને દેશના કરોડો નાગરિકોએ નિઃશુલ્ક સારવાર મેળવી છે. આવા જ એક લાભાર્થી સિધોત ગામના વરિષ્ઠ નાગરિક શ્રી ભાઈલાલભાઇ રાઠોડને આયુષ્માન ભારતની આયુષ્યરક્ષક જોગવાઈઓનો લાભ મળવાથી માંદગીની ખર્ચાળ સારવારના આર્થિક ભારણનો બોજ હળવો થતાં તેમનો પરિવાર રાહતની લાગણી અનુભવે છે.
ભરૂચ જિલ્લાના સિંધોત ગામમાં રહેતા ૬૨ વર્ષીય ભાઈલાલભાઇ જણાવે છે કે, મે એક વર્ષ પહેલાં તબીબી તપાસ કરાવી. જે રિપોર્ટમાં કેન્સર છે તેમ જાણવા મળ્યું.આ સારવાર માટે પહેલા પ્રાઇવેટ હોસ્પિટલમાં તબીબી ખર્ચ અંદાજે રૂ. ૭ લાખ જેટલો કહ્યો. આ પ્રકારની ખેતી કરતા ખેડૂત માટે આ ખર્ચ આર્થિક રીતે પરવડે તેમ નહોતો.
આથી ભાઈલાલભાઈએ અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા. ત્યાં તેમણે પંજાબથી આવેલ એક દર્દી કે જેની પાસે આયુષ્યમાન કાર્ડ હતું તેમની પાસેથી આયુષ્ય માન કાર્ડ વિશે માહીતિ મેળવી હતી. આથી તેમણે પણ આ કાર્ડ કઢાવીને સારવાર કરવાનું નિર્ધાર કર્યો. જેના પરિણામે આજે વિનામૂલ્યે મોઢાના કેન્સરનું ઓપરેશન કરાવીને સ્વસ્થ જીવન જીવી રહ્યો છું.તેમ તેમણે આત્મવિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારી પાસે આયુષ્માન કાર્ડ હોવાથી ઓપરેશનનો તમામ ખર્ચ સરકારે ઉપાડ્યો છે, મારી સર્જરી વિનામૂલ્યે થતા એક પણ રૂપિયાનું ભારણ મારા પર આવ્યું નથી એમ તેઓએ કૃતજ્ઞાથી જણાવ્યું હતું.
આ યોજના વિના ખાનગી હોસ્પિટલમાં રૂ.સાત લાખનો ખર્ચ થતો હોય છે, ત્યારે મને આયુષ્માન કાર્ડ દ્વારા એક પણ પાઈનો ખર્ચ કરવો પડ્યો નથી એમ તેઓ હર્ષપૂર્વક જણાવે છે.
