વિજયનગર તાલુકાના અભાપુર અને આંતરસુબા ખાતે નાયબ માહિતી નિયામક શ્રી મછારની ઉપસ્થિતિમાં બીજા તબક્કાની ગ્રામસભા યોજાઇ

લોકલ ફોર વોકલ પ્રાકૃતિક ખેતી દ્વારા વિસ્તારની ઓળખ ઊભી કરવા ગ્રામસભામાં આયોજન કરાયું

રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા
રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર તાલુકાના પોળો ફોરેસ્ટ  અડીને આવેલા અભાપુર અને આંતરસુબા  ગ્રામ પંચાયત ખાતે બીજા તબક્કાની ગ્રામસભા નાયબ માહિતી નિયામકશ્રી મછાર તથા સ્થાનિક તાલુકા લેવલના અધિકારીઓ અને કર્મચારીઓ ગ્રામજનો અને શાળાના શિક્ષકોની હાજરીમાં ગ્રામસભા મળી હતી.
 આ ગ્રામ સભામાં પોલો ફોરેસ્ટમાં આવતા પ્રવાસીઓની સ્થાનિક કૃષિપેદાશો તથા શાકભાજી પ્રાકૃતિક ખેતી દ્વારા ઉગાડેલા મળી રહે તેવી કાર્ય યોજના ઘડવામાં આવી હતી. સ્થાનિક લોકોની ખેતપેદાશ મકાઈ, મગફળી, ચણા તથા બાગાયતી પાકોમાં કેરી, સીતાફળ, આમળા, ચીકુ જેવાં ફળો અહીં આવતા પ્રવાસીઓને સરળતાથી મળી રહે તે માટે ચોક્કસ જગ્યા નક્કી કરીને રસ્તાની બાજુમાં સ્થાનિક લોકો વેચાણ કરી શકે તેવી કાર્ય યોજના ઘડવામાં આવી હતી.આ પ્રસંગે માહિતી ખાતા દ્રારા સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું. 
ઓછી વસ્તી ધરાવતા આ ગામોમાં પોલો ફોરેસ્ટમાં આવતા પ્રવાસીઓ થકી લોકોને રોજગારી મળી રહે છે પણ તેમાં લોકલ ફોર વોકલ  એક આગવી ઓળખ ઊભી કરીને અભાપુર ગ્રામ પંચાયત પ્રવાસીઓની જરૂરિયાત મુજબ પોલો ફોરેસ્ટમાં સુવિધા ધીમે ધીમે પ્રાયોગિક ધોરણે ઉભી કરશે. તેમાં સખીમંડળ ગ્રામ પંચાયત તથા યુવાનો પણ સામેલ થઈને અહીં આવતા અતિથિઓનું સન્માન અને પીવાના પાણીની પરબ તથા પાર્કિંગ તથા અકસ્માત વખતે સંવેદના પૂર્વક મદદ કરીને સહાયરૂપ થશે તેમ સરપંચે જણાવ્યું હતું.

આ પ્રસંગે શ્રી પનાભાઇ રબારી તા.પં ઉ.પ્રમુખ, ગામના અગ્રણી શ્રી ડાભી નગજીભાઇ, તલાટી કમ મંત્રી હર્ષદ પટેલ ,ગ્રામસેવક અજય બારોટ, મનરેગા એ.પી.ઓ ઇશ્વરસિંહ મકવાણા, અભાપુર વહિવટદાર આષિશ કટારા, પૂર્વ સરપંચ શ્રી ઇશ્વરભાઇ નિનામા, જયદીપ પટેલ, બાપુ અને ગ્રામસભામાં સ્થાનિક લોકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ ગ્રામસભાને સફળ બનાવી હતી

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM