
સરસ્વતી તાલુકાના રેચવીથી ચારૂપ સિકોતર માતાજી મંદિરનો રોડ મંજુર કરાવવા બદલ રેચવી ખાતે રાખવામાં આવેલ જીઆઈડીસીના પૂર્વ ચેરમેન બલવંતસિંહ રાજપૂતના સત્કાર સમાંરભમાં અધ્યક્ષ સ્થાનેથી તેઓએ ઉદબોધનમાં જણાવેલ કે આ રોડ બનવાથી આજુબાજુના ૧૪ થી ૧૫ ગામોને અવરજવર કરવામાં અંતર ઘટશે અને ઘણી સુવિધા ઉપલબ્ધ થશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ કાર્યને સફળ કરવામાં મદદરૂપ થનાર સંગઠનના હોદેદારો, કાર્યકરો, આ વિસ્તારના આગેવાનો તથા ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો, તે ઉપરાંત ગુજરાતની ભાજપ સરકારની ખેડૂતલક્ષી, આરોગ્યલક્ષી અને મહિલા કલ્યાણ અંગેની વિવિધ યોજનાઓની જાણકારી પણ આપી હતી. આ પ્રસંગે સિકોતર માતાજીના મહારાજ, ભાજપ મહિલા પ્રદેશ મંત્રી જયશ્રીબેન દેસાઈ, પાટણ જીલ્લા ભાજપ પ્રમુખ દશરથજીભાઈ ઠાકોર, દંડક જીલ્લા પંચાયત ગોવિંદભાઈ માલધારી, પાટણ જીલ્લા ભાજપ મંત્રી ભાવેશભાઈ પટેલ, પ્રમુખ સરસ્વતી તાલુકા ભાજપ સોવનજી ઠાકોર, સરપંચ રેચવી ગ્રા.પ અમરતભાઈ રબારી, રમેશજી ઠાકોર, સંજયભાઈ કિશાન મોરચા, મહામંત્રી સરસ્વતી તાલુકા ભાજપ લાલભાઈ દેસાઇ, શિક્ષણ સમિતિ ચેરમેન જી.પ. પાટણ મહિપતસિંહ રાજપૂત, સરસ્વતી મહિલા મોરચા પ્રમુખ ચેતનાબા રાજપુત, જીલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન દેવાભાઈ દેસાઇ, રેવાભાઈ દેસાઇ, ભાવેશભાઈ જોષી, પ્રહેલાદજી ઠાકોર, ડેલીગેટઓ, ભાજપ સંગઠનના તમામ હોદેદારો, સરપંચૌ, સમસ્ત ૩૬ ગામ થી પધારેલ આગેવાનો, સમસ્ત ચારૂપ , રેચવી અને આજુબાજુના ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
