અંકલેશ્વર ના ગડખોલ ગામ ખાતે પાણી પુરવઠા ની 35 કરોડ રૂપિયા પાણી ની યોજના નું ખાતમુહૂર્ત કરાયું-ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે ખાતમુહૂર્ત કરાયું


પાણી પુરવઠા ની 22 કરોડ ની યોજના અને વાસ્મો દ્વારા 13 કરોડ રૂપિયા ની ફાળવણી કરાયું

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર તાલુકા ના ગડખોલ ગામ ખાતે પાણી પુરવઠા અને વાસ્મો ની 35 કરોડ રૂપિયા ગ્રાન્ટ માંથી પાણી ની ટાંકી .સમ્પ અને પાઈપલાઈન ની યોજના નું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર ના ગડખોલ ગ્રામ પંચાયત હદ વિસ્તારો માં પાણી ઘર ઘર સુધી પહોંચે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા પાણી પુરવઠા વિભાગ દ્વારા 22 કરોડ અને વાસ્મો યોજના અંતર્ગત 13 કરોડ રૂપિયા મળી 35 કરોડ ની પાણી યોજના ની ખાતમુહૂર્ત વિધિ ગડખોલ ગામ ના સીએચસી સેન્ટર પાસે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે કરવામાં આવી હતી. ગડખોલ ગામ ખાતે વધતી જતી વસ્તી ને વિસ્તાર ને ધ્યાને રાખી 35 લાખ લીટરની પાણીની એક ટાંકી તેમજ 14 અલગ અલગ ઝોનમાં પાણીનો સમ્પ અને પાઈપલાઈન મળી કુલ 17 કરોડ ની પાણી ની યોજના ના ખાતમુહૂર્ત દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત ના પ્રમુખ અરવિંદ પટેલ , જિલ્લા પંચાયત સભ્ય અનિલ વસાવા, તાલુકા પંચાયત ના કારોબારી અધ્યક્ષ કલ્પેશ પટેલ ,ગડખોલ ગામ ના આગેવાન રોહન પટેલ અને ગ્રામ પંચાયત સભ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *