સમર્પિત જીવન ના આચાર્ય હનુમાનજી, હિન્દુસ્તાન ના યુવાનો ના આદર્શ છે”


બ્યુરો રિપોર્ટ-સીમા ભટ્ટાચાર્ય-વલસાડ

ખેરગામ “જગદંબા ધામ” ખાતે કથાકાર પ્રફુલભાઇ શુક્લ ના સાનિધ્ય મા પ્રતિ વર્ષ અનુસાર આ વર્ષે પણ કાળીચૌદસ ના પાવન અવસરે 108 હનુમાન ચાલીસા ના પાઠ અને યજ્ઞ નુ આયોજન કરવામાં આવ્યું હતુ. ઉપસ્થિત ભૂદેવો દ્રારા હનુમાન ચાલીસા ના પાઠ કરવામા આવ્યા હતા. તેમજ કથાકાર પ્રફુલભાઇ શુક્લ દ્રારા 108 પાન ના બીડા તેમજ 11 ફળો ની આહુતિ આપવામાં આવી હતી. સૂરત થી પધારેલા આચાર્ય જતીન દવે, પરીક્ષિત જાની(કુંડાચાર્ય) , વિશાલ દવે દ્રારા સુંદરકાંડ તેમજ સિદ્ધ કુંજીકા સ્તોત્ર નુ પારાયણ કરવામા આવ્યું હતુ. કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ કાળી ચૌદસ નિમિતે આશીર્વાદ આપતા કહ્યું હતુ. કે “સમર્પિત જીવન ના આચાર્ય હનુમાનજી, હિન્દુસ્તાન ના યુવાનો ના આદર્શ છે”. બળ, બુદ્ધિ અને વિદ્યા ના અધિસ્ઠાતા હનુમાનજી મહારાજ છે.સંસાર મા જીવ માત્ર ને રોગ, ક્લેશ અને પીડા, દરિદ્રતા ના રહે એવા આશીર્વાદ આપવામા આવ્યા હતા.આ પ્રસંગે મનીષાબેન પટેલ (બીલીમોરા), કૌશિકભાઈ પટેલ (બીલીમોરા), અશોક બાપુ (અરિયાણા), ભરતભાઈ વશી (અડાજણ, પોસરા), દલપત ભાઈ પટેલ (અરિયાણા), આકાશભાઈ દેસાઈ (વેલુક), રિધમ દેસાઈ (અરિયાણા ),કેતનભાઈ નાયક (અમલસાડ)કીર્તિભાઇ પંચાલ (પારડી),.ધનસુખભાઇ ટંડેલ (બીલીમોરા), ઉપસ્થિત રહી ને યજ્ઞ મા આહુતિ આપી હતી.પૂર્વ.પ્રિન્સિપાલ બી. એન. જોષી (કિલ્લા પારડી) દ્રારા પ્રાસંગિક ઉદબોધન કરવામા આવ્યું હતુ.ક્રિષ્ન શુક્લ અને કિશન દવે દ્રારા કાગ ભુસુન્ડી રામાયણ નો પાઠ કરવામાં આવ્યો હતો.માક્ષિત રાજ્યગુરુ દ્રારા આભારવિધિ કરવામા આવી હતી. પ્રતીક પટેલ દ્રારા વ્યવસ્થા કરવામા આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *