ભારતના લોકોની અધોગતિના કારણમાં કુરિવાજ, અંધશ્રદ્ધા, અજ્ઞાનતા… જયંત પંડયા

- – રાજયના સ્મશાનની મુલાકાત કરી જાગૃતોએ જાથાને ટેકો આપ્યો.
- – લોધિકામાં મશાલ–ભૂતપ્નેતનું સરઘસ, મેલીવિદ્યાની નનામીએ આકર્ષણ જગાવ્યું.
- – રાજયના લોકોએ વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવી લેભાગુઓને સ્મશાનમાંથી ભગાડયા.
- – મેલીવિદ્યા, મંત્ર–તંત્ર, આસુરી શક્તિથી પાપડ ભાંગી શકે નહિ… જાથા.
- – ગામેગામ કકડાટ કાઢવાના રિવાજને તિલાંજલિ આપતા અનાજ–પાણીનો બગાડ અટકયો.
- – લોધિકા પોલીસ સ્ટેશનની પ્નશંસા કરતું વિજ્ઞાન જાથા.
અમદાવાદ : રાજયના ૧૦૧૦ નાનામોટા નગરોમાં કાળીચૌદશની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. પરિવારોએ ઠેરઠેર સ્મશાનની મુલાકાત કરી વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવ્યા હતા. સ્મશાનમાં લોકોએ ભજીયા પાર્ટી, સત્સંગ, ધૂન, ભજન, મેલીવિદ્યાને જાકારો, નનામી ઉપર ચા બનાવવી, અગ્નિદાહ આપવો, ભૂત–પ્નેતને ભગાડવા, કકડાટના વડા સ્મશાનના ખાટલે આરોગવા, મશાલ–ભુતપ્નેતનું સરઘસ વિગેરે અવનવા કાર્યક્રમોથી ભારત જન વિજ્ઞાન જાથાની લોકચળવળને સફળતા મળી હતી. રાજયના મોટાભાગના નગરોમાં ચાર ચોકમાં કકડાટ કાઢવાના રિવાજને તિલાંજલિ આપવામાં આવી હતી. ભારતના અમુક લોકોની અધોગતિના કારણમાં અંધશ્રદ્ધા કારણભૂત છે. લોધિકામાં રાજયકક્ષાના કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટી પડી હતી. ગ્રામજનોએ મોડી રાત સુધી જાથાનો કાર્યક્રમ માણ્યો હતો.
રાજયકક્ષાના કાર્યક્રમમાં લોધિકા ડેરી નાકા ચોકમાં ગ્રામજનો એકત્ર થઈ ભુત–પ્નેત, મશાલ સરઘસ, મેલીવિદ્યાની નનામીને પાટુ મારી અગ્નિદાહ, વિજ્ઞાનના સુત્રોચ્ચાર, વિજ્ઞાન રેલીએ જબરૂ આકર્ષણ ઉભું કર્યું હતું તેમાં શાંતિવન ટ્રસ્ટના હોદ્દેદારો દામજીભાઈ પાંભર, કિશોરભાઈ વસોયા, સરપંચ સુધાબેન વસોયા, ઉપસરપંચ દિલીપભાઈ મારકણા, ઉપપ્નમુખ ચંદુભાઈ ઘેટીયા, અશ્વિનભાઈ મિસ્ત્રી, હરેશભાઈ સખીયા, ભરતભાઈ રાવલ, મુકેશભાઈ વસોયા, ધવલભાઈ વેકરીયા, મેહુલભાઈ સાકરીયા, રાજુભાઈ વસોયા, જીતુભાઈ સાકરીયા, પારસભાઈ શિંગાળા, અરવિંદભાઈ હરસોડા, કમલેશ કમાણી, ચીનોભાઈ વેકરીયા, દિલીપભાઈ મારકણા, અશ્વિનભાઈ ઝાલાવડીયા, દિપકભાઈ રૈયાણી, વિજયભાઈ રાંક, સુધીરભાઈ સાકરીયા, કેયુરભાઈ કમાણી, કૌશિકભાઈ રૈયાણી, હિતેશભાઈ સાકરીયા, સાવનભાઈ સોરઠીયા, ધ્રુવીશ કમાણી, કેવલભાઈ કમાણી, દિલીપભાઈ વેકરીયા, વિજયભાઈ પારખીયા, જય વસોયા સહિત અનેક સમાજસેવકો, આગેવાનો, યુવાનો, મહિલાઓ જોડાઈને કહેવાતી મેલીવિદ્યા અંધશ્રદ્ધાને જાકારો આપી, સ્મશાનના ખાટલે બનાવેલી ચા ની ચુશ્કી લગાવી હતી. ભૂત–પ્નેતના સરઘસે લોકોમાં જબરૂ આકર્ષણ ઉભું કર્યું હતું. ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. નાના બાળકોથી માંડી યુવાન, સિનીયર સિટીઝનો જોડાયા હતા. વિજ્ઞાન આવે ભુત ભાગે, ભુત ભુવાને ડાકલા ત્રણેય તુતેતુતના નારા ગામમાં ગુંજયા હતા. લોધિકા પોલીસ ખડે પગે રહીને વ્યવસ્થા સંભાળી હતી. લોકોમાં અનેરો આનંદ જોવા મળતો હતો. ગામ આખામાં એકપણ સ્થળે કકડાટના કુંડાળા જોવા મળતા ન હતા. સામુહિક અંધવિશ્વાસને તિલાંજલિ આપી હતી. જાથાની લોકપ્નિયતા ચરમ સીમાએ જોવા મળતી હતી. ભૂત–પ્નેતની વેશભુષામાં યુવાનોએ ભરપુર આનંદ લૂંટયો હતો. સ્મશાન માનવતાવાદી સાથે લોકોમાં વિશ્વાસ જોવા મળતો હતો.
જાથાના રાજય ચેરમેન–એડવોકેટ જયંત પંડયાએ ભુત–પ્નેતનું સરઘસ ચમત્કારોથી ચેતો કાર્યક્રમમાં સંબોધતા જણાવ્યું કે ભારતમાં ગરીબી, જાતિવાદ, કોમવાદ, જ્ઞાતિવાદ અને વસ્તી વિસ્ફોટ, નિરીક્ષર, અજ્ઞાનતા મુખ્ય સમસ્યા છે તેમાંથી અંધશ્રદ્ધાએ અજગરનું સ્વરૂપ ધારણ કર્યું છે. અંધશ્રદ્ધાએ દેશના લોકોને પાયમાલી–બરબાદી આપી છે. આજે ર૧ મી સદીમાં અંધશ્રદ્ધાની પીછેહઠ થઈ નથી તેમાં અનેક પરિબળો કારણભૂત છે. ભારતમાં લોકચળવળથી જ અંધશ્રદ્ધાને દૂર કરવી પડશે. સદીઓ જુની કાળીચૌદશની ગેરમાન્યતાને દેશવટો આપવાની જરૂર છે. ભૂત–પ્નેત, મામો, ખવીશ, મેલીવિદ્યા–આસુરી શક્તિનું અસ્તિત્વ જ નથી તો નડે કેવી રીતે ? તે પ્નશ્નાર્થ છે. લોકોએ પોતાના પરિવારોમાંથી અંધશ્રદ્ધા નાબુદ કરવી પડશે. કર્મકાંડ–ક્રિયાકાંડોથી માનવીને અધોગતિ મળી છે હવે જાગવાની જરૂર છે. કાળીચૌદશની જે જે ખૌફનાક વાતો છે તે હંબક, બેબુનિયાદ જાથાએ સાબિત કરી છે. છેલ્લા ૩૦ વર્ષમાં એકપણ કાર્યક્રમમાં બે મિનિટ માટે તાંત્રિક, માંત્રિક, ઉપાસક, સાધક કે ચમત્કારિક ફરકયો નથી કે સ્મશાનમાં આવવાની હિંમત કરી નથી તે જાથાની સિધ્ધી છે. લેભાગુઓને લોકો ઓળખી ગયા છે. આ વષ્ર્ો લેભાગુઓને ભગાડી દિપાવલી પર્વની ઉજવણી સ્મશાનમાં કરી હતી. રાજયના એક હજાર દસ નગરોમાં અવનવા પ્નયોગો–કાર્યક્રમો સ્મશાનમાં યોજી સફળતા પ્નાપ્ત થઈ હતી. લોકોએ સ્મશાનમાં રોશની સાથે ચા–નાસ્તાના આયોજનો કર્યા હતા. ગામેગામ અનેરો આનંદ ઉત્સાહ જોવા મળતો હતો.
લોધિકા ગામમાં લોકોએ કાળીચૌદશની ઐતિહાસિક ઉજવણી કરી હતી. જીંદગીનો અનેરો આનંદમાં સ્મશાન સમિતિના કિશોરભાઈ વસોયા, દામજીભાઈ, યોગેશભાઈ, સમાજ સુધારકોની જહેમત રંગ લાવી હતી. મહિલાઓએ મેલીવિદ્યાને કાંધ આપી ભસ્મીભુત કરી જમીનદોસ્ત, કાયમી દેશનિકાલ કરી વિજ્ઞાન અભિગમ–દ્રષ્ટિકોણના દર્શન કરાવ્યા હતા. ગામ આખું જાથામય બની ગયું હતું તેના સૌ સાક્ષી બન્યા હતા. અજ્ઞાન ઉપર જ્ઞાનનો વિજય થયો હતો. ગામ, રાજય, દેશના વિકાસમાં જોડાવવા લોકોએ શપથ લીધા હતા. અનેરો આનંદ લીધો હતો.
વિજ્ઞાન જાથાના પ્નયાસથી ગામેગામે કકડાટ વડા મુકવામાં આવ્યા જ ન હતા. તેથી અનાજ–પાણી, ખાદ્ય અનાજનો લેશમાત્ર બગાડ થયો ન હતો. ચોકે ચોકે વાસણ રાખવાની ફરજ પડી ન હતી. સ્વયં જાગૃતિ લોકોએ કેળવી હતી. જાથાના નૂતન અભિગમને લોકોએ આવકારી કકડાટ પ્નથા નાબુદી કરી રાષ્ટ્ર માટે સિધ્ધિ સાબિત થઈ હતી.
જાથાના અંકલેશ ગોહિલ, વિનોદ વામજા, અમિત ગોસ્વામી, ગુલાબસિંહ ચૌહાણ, દિનેશ હુંબલ, નર્મળિ મેત્રા, અશ્વિન કુંગશીયા, પ્નકાશ ગોહિલ, ભકિતબેન રાજગોર, ભાનુબેન ગોહિલ, ચંદ્રિકા ચંદ્રપાલ, રવિ પરબતાણી, નાથાભાઈ પીપળીયા, નર્ભયિ જોશી, રાપરના પિન્ટુ વાઘેલા, શિવજી કાનાભાઈ, હુસેનભાઈ ખલીફા, ઉપરાંત રાજય, પ્નાદેશિક શાખા, ૧૪ શાખાઓના હોદ્દેદારોએ જાગૃતિ કાર્યક્રમોમાં ભાગ લઈ સફળતા અપાવી હતી. જાથાનો ૩૦ વર્ષથી યોજાતો રાજયવ્યાપી કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. વિજ્ઞાનથી માનવજાતને ફાયદાઓ બતાવી સમજ કેળવવામાં સર્વાંગી લાભપ્નદ સાબિત થયો હતો.
રાજયમાં રાજકોટ, અમદાવાદ, જુનાગઢ, ગિર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભુજ–કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગાંધીનગર, અનેક જિલ્લાના તાલુકા–ગ્રામ્ય પંથકમાં સ્મશાનના કાર્યક્રમો યોજાયા હતા.

