મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના અવસરને વધુ ઉત્સાહી બનાવે તે દિશામાં રાજ્ય ચૂંટણીપંચનો અનોખો પ્રયાસ

રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા
રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ સંદર્ભે અવસર લોકશાહી નો કેમ્પેઇન જાહેર કરવામાં આવેલ છે.રાજ્ય ચૂંટણી પંચ દ્વારા લોકોમાં વધુમાં વધુ મતદાન અંગે જાગૃતતા આવે તે માટે અવસર રથ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભ્રમણ કરશે. આ કેમ્પેઇનનો મુખ્ય હેતુ મતદાર રજીસ્ટ્રેશન અને મતદાનનું પ્રમાણ વધારવાનો છે. સમાજનાં વિવિધ વર્ગોનાં લોકો સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની ભાગીદારીથી ઉચ્ચ મતદાન થાય તથા વધુને વધુ લોકોમાં મતદાન જાગૃતિ આવે તે જરૂરી છે.

જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની 33-પ્રાંતિજ વિધાનસભા બેઠકનાં મહિયલ-1, હરસોલ-2, આંત્રોલીવાસ દોલજી-1, જસનપુર ( મોટા ચેખલા ), મોટા ચેખલા-1, પ્રાંતિજ.2, પ્રાંતિજ.10, વાઘપુર.1, વાઘપુર.2 મોરવાડ, મોયદવાસ સહિતનાં તમામ મત વિસ્તાર ખાતે “અવસર રથ” ફરી લોકોને મતદાન કરવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.મતદાન જાગૃતિ અંગેના અવસર રથમાં લોકોએ હું વોટ કરીશની સંમતિ દર્શાવતી સહી રથ ઉપર કરી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM