ભાજપ બક્ષીપંચ મોરચો જૂનાગઢ મહાનગરની અગત્યની બેઠક યોજાઇ

મહેશ ડી સિંધવ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા ના અધ્યક્ષ શ્રી ઉદય કાનગડની સુચનાથી જુનાગઢ મહાનગર નાં પ્રમુખશ્રી પુનિતભાઈ શર્મા નાં માર્ગદર્શન હેઠળ ગત તા. ૬-૧૧ના રોજ જુનાગઢ મહાનગર બક્ષીપંચ મોરચાનાં પ્રમુખશ્રી વીનુભાઇ ચાંદેગરા નાં અધ્યક્ષસ્થાને એક અગત્યની વર્કશોપ બેઠક રાખવામાં આવેલ હતી જેમાં આગામી ચૂંટણીલક્ષી પ્રચાર માટે તા. ૫-૧૧ થી ૧૫-૧૧ સુધી દરેક બુથમા ગ્રુપ બેઠક / ખાટલા બેઠકના આયોજન માટે આ વર્કશોપ બેઠક મા ચર્ચા કરવામાં આવી હતી. બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જે. કે. ચાવડાની વિશેષ ઉપસ્થિત સાથે બક્ષીપંચ મોરચાના મહામંત્રી સંજયભાઈ ગોસ્વામી, વિધાનસભાના બક્ષીપંચ મોરચાના સંયોજકશ્રી રમેશભાઈ બાવળીયા, શહેર મોરચાના હોદ્દેદારો, અને મંડલના પ્રમુખ મહામંત્રીશ્રીઓ હાજર રહેલ હતાં તેમ મિડિયા વિભાગ નાં સંજય પંડ્યા ની યાદી જણાવે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *