નમો ને પસંદ એ જ અમો ને પસંદ વિજય ભવઃ કાંતિલાલ અમૃતિયા





ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ કર્યો વેગવંતો પ્રચાર : આજે ગામોમાં કરશે જનસંપર્ક 65 વિધાન સભા ચૂંટણી ના પ્રચાર અર્થે આજ રોજ મોરબી તાલુકા ના ગાળા, ગામ ના લોક સંપર્ક માં સંખ્યાબંધ ગ્રામજનો જોડાયા હતા. કાનાભાઈ – કાનાભાઈ !! ગ્રામ્યવિસ્તારોમાં પ્રચાર દરમિયાન મળતું પ્રચંડ જનસમર્થન
મોરબી : મોરબીમાં ભાજપ તરફથી લોકપ્રિય નેતા ગણાતા કાંતિલાલ અમૃતિયાને ઉમેદવાર તરીકે જાહેર કરતાની સાથે મોરબી બેઠક પર જાણે એકતરફી વાતાવરણ થઈ ગયું હોય તેમ બસ કાનાભાઈ – કાનાભાઈ થઈ રહ્યું છે. ત્યારે આજે શનિવારે કાંતિલાલ અમૃતિયાએ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર શરૂ કર્યો છે. જે દરમિયાન ગામો ગામ કાનાભાઇને પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. કાંતિલાલએ મોરબી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં આજ સવારથી ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. જેમાં ગાળા, પંચવટી, વાઘપર, પીલુડી, કિશનગઢ, સોખડા, રામરાજ નગર, બહાદુર ગઢ, મધૂપુર, રામપર, જૂના નાગડવાસ, કૃષ્ણનગર, ગુગણ, દાદાનગર, રોટરી નગર, તારાપર – અમરનગર, શકિતનગર, રવાપર નદી, ભક્તિનગર, જૂના સાદુરકા, નવા સાદૂરકા, ભરતનગર અને લક્ષ્મીનગર ગામનો પ્રવાસ કરવામાં આવશે. આ ગામોમાં કાંતિભાઈ અમૃતિયાનું ઠેર ઠેર ગ્રામજનો દ્વારા લાગણીસભર સ્વાગત કરી તેમને સમર્થન આપવામાં આવી રહ્યું છે. આ પ્રચાર અભિયાનમાં કાંતિલાલની સાથે તેમના સમર્થક આગેવાનોને ભાજપના અજય લોરિયા સહિતના આગેવાનો પણ જોડાયા છે. કાંતિલાલ તેમના પ્રવાસ દરમિયાન ગ્રામજનો સાથે રૂબરૂ સંવાદ કરીને તેમના તમામ પ્રશ્નોના ઉકેલ માટે તેઓ 24 કલાક ઉપલબ્ધ હોવાની ખાતરી આપી છે.
