આવતી કાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વડોદરા આવશે, મહેસાણા નગર ગ્રાઉન્ડમાં સભા સંબોધશે

રિપોર્ટ : ચિરાગ પાંડેય
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ દિવસેને દિવસે જામી રહ્યો છે. તેવામાં ગુજરાતમાં ભાજપના ચૂંટણી પ્રચારની કમાન કેન્દ્રિય નેતૃત્વએ સંભાળી લીધી હોવાનું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાના નવલખી મેદાન ખાતે આયોજિત ચૂંટણી સભામાં હાજર રહ્યા હતા. જે બાદ આવતી કાલે 26 નવેમ્બરના રોજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વડોદરાના મહેસાણા નગર ગ્રાઉન્ડમાં સભા સંબોધશે.

ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવવા જઇ રહી છે. તેવામાં ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની ફોજ મેદાનમાં ઉતારીને ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાનથી લઇને અનેક કેન્દ્રિય મંત્રી તથા અનેક રાજ્યોના મુખ્યમંત્રી ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન તેઓએ વડોદરા સહિત અનેક શહેરોમાં ચૂંટણી સભાઓ ગજવી હતી. જે બાદ હવે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વડોદરાની મુલાકાતે આવનાર છે. 26 નવેમ્બર એટલેકે આવતી કાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વડોદરાની મુલાકાતે આવશે. તેઓ શહેરના મહેસાણા નગર ગ્રાઉન્ડ ખાતે આયોજિત ચૂંટણી સભામાં હાજરી આપશે. જેને લઇને સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *