
રિપોર્ટ, મયુર પટેલ
ગુજરાતની નેટ એક્રેલિક અને પ્રતિષ્ઠિત સંસ્થા આરએનજીપીટી તાજપોર ખાતે બી એલ પટેલ સર્વ વિદ્યામંદિર કોના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના એ ગ્રુપના વિદ્યાર્થીઓનો એક દિવસીય બુટ કેમ્પ યોજાયો
એન્જિનિયરિંગ કોલેજના આચાર્ય લતેશ ભાઈ ચૌધરી સાહેબે બુટ કેમ્પના પ્રારંભે વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ અને કેમ્પસમાં ચાલતા વિવિધ પ્રકારના અભ્યાસક્રમ અંગે માર્ગદર્શન આપ્યું ચૌધરી સાહેબે વિદ્યાર્થીઓને ભારત સરકારના સ્ટાર્ટઅપ કાર્યક્રમ તેમજ સરકાર શ્રી અને એન્જિનિયરિંગ કોલેજ દ્વારા કારકિર્દી માટે પસંદગીના ફિલ્ડ માં કઈ સંભાવનાઓ રહેલી છે તેનું પ્રેઝન્ટેશન થકી મનનીય વાર્તાલાપ વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવ્યો
એન્જિનિયરિંગ ફેકલ્ટી પ્રત્યે વિદ્યાર્થીઓની નિરાશા પાછળના કારણો જણાવ્યા અને એન્જિનિયરિંગ ક્ષેત્રે વિદ્યાર્થીઓ કઈ રીતે કારકિર્દી બનાવી શકે તે અનેક ઉદાહરણો અને કોલેજની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રેક્ટીકલ જ્ઞાન અને 5s આધારિત બાળકોનું ડેવલપમેન્ટ નો રોડ મેપ રજૂ કર્યો વિદ્યાર્થીઓ ને લતેશ ભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શનથી ખૂબ જ પ્રભાવિત થયા શાળાના આચાર્ય સંજયસિંહ પરમાર વિશેષ ઉપસ્થિત રહી સંસ્થા દ્વારા નેશનલ સાયન્સ ફેર માં આર્થિક રીતે મદદરૂપ થવા બદલ આભાર વ્યક્ત કર્યો તેમ જ ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે આ કેમ્પસમાં ગુણવત્તાલક્ષી શિક્ષણ અને ત્યારબાદ કેમ્પસ ઇન્ટરવ્યૂ સહિતની અનેક બાબતો અંગે મળેલી જાણકારી બાબતે આભાર વ્યક્ત કર્યો

આર એન જી પી ટી તાજપોર કેમ્પસ ના કરતા હતા અને સંસ્થાના પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ અને સેક્રેટરી મોહનભાઈ પટેલ દ્વારા આચાર્ય સંજયસિંહ પરમાર ને બુટ કેમ્પનું સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું ગ્રામ્ય વિસ્તારની શાળાની પ્રગતિથી વાકેફ થઈને ભવિષ્યમાં શાળામાં મદદરૂપ બનવા ઈચ્છા વ્યક્ત કરી ગ્રામ્ય વિસ્તારના બાળકોનું ચણતર અને ઘડતર કરનારી આ શાળાએ પ્રાપ્ત કરેલી સિદ્ધિની નોંધ લીધી અને કર્મશીલ બની કામગીરી કરવા નું સોનેરી સૂચન કર્યું શાળાના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પણ કેમ્પસમાં રહેલી સંભાવનાઓ વિશે વાતચીત કરવામાં આવી અને ભવિષ્યમાં ગ્રામ્ય વિસ્તારના બાળકોને જરૂર પડે ત્યારે માર્ગદર્શન અર્થે સંસ્થા તત્પર બનશે એમ જણાવ્યું
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પૂર્ણ કર્યા પછી ભાવિ કારકિર્દી બાબતે જાગ્રત થાય એ માટે શાળા દ્વારા વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ શરૂ કરવામાં આવ્યો છે
