
વર્ષ ૧૯૭૧માં પાકિસ્તાન સામે યુદ્ધમાં મળેલા વિજય નિમિતે આજ રોજ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે તયારે ભારતીય જનતા પાર્ટી મુખ્ય કાર્યાલય પંડિત દીનદયાળ ભવન , ઉધના ખાતે ” પૂર્વ સૈનિક સેવા પરિષદ ” તથા ભારતીય જનતા પાર્ટી , સુરત મહાનગર યુવા મોરચાના સયુંકત ઉપક્રમે આજે વિજય સમારોહ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું .

જેમાં સુરત મહાનગરમાં વસતા પૂર્વ સૈનિકો તથા તેમના પરિવારજનોનું ભારતીય જનતા પાર્ટી , સુરત મહાનગર સંગઠન દ્વારા યથાયોગ્ય સન્માન કરવામાં આવ્યું હતું . જેમાં મોટી સંખ્યામાં પૂર્વ સૈનિકો તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા .

” પૂર્વ સૈનિક સેવા પરિષદ ” ના પ્રમુખ નિવૃત સૈનિક શ્રી મનમોહન શર્મા દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે ભારતીય સેનાની વીરતા અને બહાદુરીની વાતો કરી હતી તથા તે યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને યાદ કરી તેમને નમન કર્યું હતું.

ભારતીય જનતા પાર્ટી , સુરત મહાનગર અધ્યક્ષ શ્રી નિરંજન ઝાંઝમેરા દ્વારા કરાયેલા ઉદબોધનમાં તેમણે વિસ્તારથી ભૂતકાળની કોંગ્રેસી અને બીજી વિપક્ષની સરકારો અને હાલની મોદી સરકારની રણનીતિ અને યુદ્ધનીતિનો ફરક સમજાવ્યો હતો . એમણે એક ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે ૧૯૭૧ પાકિસ્તાન સાથેનું યુદ્ધ જીતવા છતાં યુદ્ધમાં પકડાયેલા પાકિસ્તાનના ૯૯૦૦૦ જેટલા સૈનિકોને આપણે છોડી દીધા હતા પણ આપણા ૩૫ જેટલા સૈનિકો જેઓને પાકિસ્તાને પકડી લીધા હતા તેઓને આપણે છોડાવી શક્યા નહોતા . જયારે મોદી સરકારની વાત કરતા તેમણે જણાવ્યું કે કેપ્ટન અભિમન્યુ કે જેઓને સંજોગોવશાત પાકીસ્તાનમાં લેન્ડિંગ કરવું પડ્યું હતું , તેઓને માત્ર ત્રણ જ દિવસની ભીતર પાકિસ્તાન સહ સન્માન અને સલામત રીતે ભારત દેશની બોર્ડર સુધી મુકવા આવ્યું હતું .

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી , સુરત મહાનગરના હોદ્દેદારશ્રીઓ તથા યુવા મોરચાના કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા .
