
રિપોર્ટ : બીના પટેલ
આણંદના સાંસદશ્રી મિતેષભાઈ પટેલ દ્વારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સરકારશ્રીની યોજનાઓથી વંચિત રહી ગયેલા માનવીનો ઉદય કરવાના હેતુસર અમલમાં મુકેલ સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી ગરીબ નાગરિકોને ઉપલબ્ધ કરાવવાના શુભ આશય થી “અંત્યોદય ને સમર્પિત પ્રધાનસેવક” નામનું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું. આ પુસ્તક સાંસદશ્રીના હસ્તે દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડા સાહેબ અને શ્રી વી.સતિષજીને અર્પણ કરવામાં આવ્યું હતું.
