
રિપોર્ટ : બીના પટેલ
સમસ્ત ભારતીય સંસ્કૃતિનું નિકંદન કાઢી અંગ્રેજો દ્વારા ભારત,ભારત વર્ષ, આર્યવ્રત હિંદ,હિન્દુસ્તાન નું ઇન્ડિયા કરી નાખ્યું જેને પગલે ઇન્ડિયા નામ ની પાછળ ભારત ની સંસ્કૃતિ પણ અદ્રશ્ય થઇ ગઈ અને અંગ્રેજો ની ગુલામી હેઠળના નામ સાથે ભારત દુનિયા માં ઇન્ડિયા તરીકે ઓળખાવા લાગ્યું. જો કે આઝાદી બાદ પણ મોટાભાગે ઇન્ડિયા ને ભારત બનાવવાં માટે કોઈએ પણ પહેલ કરી ન કરી પરંતુ દેશ માં ભાજપ ની નરેન્દ્ર મોદી ની સરકાર દ્વારા સત્તા સભાળતા જ લાલ કિલ્લા પર થી નરેન્દ્ર મોદી દ્વારા ગુલામી ના પ્રતીક સમાન બધી જ નિશાનીઓ મિટાવવા નું એલાન કરી દેશ માંથી ગુલામીની નિશાનીઓ ને નામોનિશાન કરવાનું બીડું ઝડપવામાં આવ્યું.અને મોટાભાગે ગુલામીના પ્રતિકોને સરકાર દ્વારા હટાવી દેવામાં આવ્યા ત્યારે હજીયે ભારત ને ગુલામી ના પ્રતિક સમાન ઇન્ડિયા ના નામ થી સંબોધવા તેમજ જરૂરી દસ્તાવેજો પર ભારત ને બદલે “ઇન્ડિયા” લખવામાં આવે છે ત્યારે આણંદ લોકસભા ના સાંસદ મીતેષભાઈ પટેલ દ્વારા હાલમાં સંસદ માં ઇન્ડિયા નું “ભારત” કરવા માટે રજૂઆત કરતા જણાવ્યું હતું કે કોઈ પણ દેશના નામથી તેની સભ્યતા અને સંસ્કૃતિ ના દર્શન થાય છે. અંગ્રેજોના શાસન પહેલા આપણો દેશ ભારત,ભારત વર્ષ, આર્યવ્રત જેવા નામ થી ઓળખાતો હતો
પરંતુ અંગ્રેજોના શાસન દરમ્યાન અંગ્રેજો દ્વારા ભારત ને ગુલામ બનાવી ભારત નું ઇન્ડિયા કરી નાખ્યું હતું. જો કે દેશ ને આઝાદ થયે વર્ષો વીતી ગયા છે તેમ છતાંય હજીયે ગુલામી ના પ્રતીક સમાન “ઇન્ડિયા” નામ માંથી ગુલામી ની બું આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોટાભાગ ના ગુલામી ના પ્રતીકો હટાવવા માં આવ્યા છે ત્યારે દેશ ના જરૂરી દસ્તાવેજો પર હજીય ભારત ને બદલે ઇન્ડિયા નો ઉલ્લેખ કરવામાં આવે છે તો ગુલામી ની આ પ્રથા ને મિટાવી ને ભારત , ભારતવર્ષ,કે આર્યવ્રત નામ આપવમાં આવે જેના માટે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે ત્યારે બને તેટલી ઝડપ થી ગુલામી ના પ્રતીક ઇન્ડિયા ના સ્થાને ભારત કરવામાં આવે તેવી રજૂઆત સાંસદ મિતેષભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
