તલોદની આમ જનતા સોસાયટી ખાતે શ્રીમદ્દ ભાગવદ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન.

સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં આવેલી આમ જનતા સોસાયટી ખાતે તારીખ ૧૬/૧૨/૨૦૨૨ થી તારીખ ૨૨/૧૨/૨૦૨૨ સુધી શ્રીમદ્દ ભગવદ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન સ્વ.દલસુખરામ મગનલાલ રાવલ પરીવારના મહેશભાઈ દલસુખરામ રાવલ,વિશાલકુમાર મહેશભાઈ રાવલ,તુષારકુમાર મહેશભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું.કથાનું રસપાન પ.પૂજ્ય રમેશભાઈ ભટ્ટ શાસ્ત્રીજી તરસાડી કોસંબાવાળા દ્વારા કરાવવામાં આવ્યું હતું.સપ્તાહમાં તલોદ શહેરની આસપાસની સોસાયટી ઉપરાંત આસપાસની જનતાએ કથાનો લાભ લઇ ધન્યતાનો અનુભવ કર્યો હતો.તો સપ્તાહમાં સોસાયટીના લોકોએ ખૂબ સારી સેવા આપી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *