
આરોગ્ય સુખાકારી માટે વધુ ને વધુ સંખ્યામાં ધન્વંતરી આરોગ્ય રથની નિઃશુલ્ક સુવિધાઓનો લાભ લેવા જનતાને અપીલ કરતા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ






ગાંધીનગર ઉત્તર વિધાનસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ધન્વંતરિ આરોગ્ય રથની કરાયેલી ફાળવણી અન્વયે તા.૨૨ ડિસેમ્બરના રોજ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે મતવિસ્તારના મોટી આદરજ ગામે ધન્વંતરિ આરોગ્ય રથની મોબાઈલ સેવાનો શુભારંભ કરાવ્યો હતો જેનો ગ્રામજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. ધન્વંતરી આરોગ્ય રથમાં વિવિધ રોગોની પ્રાથમીક સારવાર, હિમોગ્લોબીન ની તપાસ, મેલેરીયાની તપાસ,લોહીમા સુગરની તપાસ જેવી લેબોરેટરી સેવાઓ, પ્રેગ્નન્સી ટેસ્ટ સહિત ડોકટરની સલાહ મુજબ વિનામૂલ્યે દવાનું વિતરણ કરવામાં આવે છે ત્યારે ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે આરોગ્ય સુખાકારી માટે વધુ ને વધુ સંખ્યામાં ધન્વંતરી રથની સુવિધાઓનો ઉપયોગ કરવા જનતાને અપીલ કરી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અશોકભાઈ પટેલ, સરપંચ, ડૅ.સરપંચ, જિલ્લા પંચાયતના સભ્ય, ગામના અગ્રણીશ્રીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના તમામ ધન્વંતરિ આરોગ્ય રથ અદ્યતન ટેકનલોજીથી સુજ્જ છે. જેમા ઓનલાઇન ડેટા એન્ટ્રી અને રજીસ્ટ્રેશન, જીપીએસ દ્વારા રિયલ ટાઇમ ટ્રેંકિગ તેમજ તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા તબીબી સેવાઓ નિ:શુલ્ક પુરી પાડવામા આવે છે.

