અંકલેશ્વર ના ગડખોલ ગામ ના સામુહીક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લેતા નાયબ કલેકટર નૈતિકાબેન પટેલ

=કોરોનાની સંભવિત પરિસ્થિતિ બાબતે તૈયારીઓનું કર્યું નિરીક્ષણ
=સીએચસી સેન્ટર ના મેડિકલ ઓફિસર અને તબીબો સાથે બેઠક કરી

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર તાલુકા ના ગડખોલ ગામ ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ની અંકલેશ્વર ના નાયબ કલેકટર નૈતિકાબેન પટેલ ,મામલતદાર અને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના ચેરમેને મુલાકાત લીધી હતી અને કોરોનાની સંભવિત પરિસ્થિતિ બાબતે તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું

વિશ્વમાં કોરોના ફરીએકવાર હાહાકાર મચાવી રહયો છે ત્યારે અંકલેશ્વર તાલુકા નું તંત્ર પણ સજ્જ બન્યું છે અંકલેશ્વર ના નાયબ કલેક્ટર નૈતિકાબેન પટેલ ,મામલતદાર કરણસિંહ રાજપૂત અને ભરૂચ જિલ્લા પંચાયત ની આરોગ્ય સમિતિ ના ચેરમેન આરતીબેન પટેલે અંકલેશ્વર ના ગડખોલ ગામ ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લીધી હતી અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર વૈશાલીબેન રોહિત અને તબીબો સાથે મિટિંગ યોજી તૈયારીઓ બાબતે જરૂરી સૂચનો કર્યા હતા ,અને નાયબ કલેકટર નૈતિકાબેન પટેલે સીએચસી સેન્ટર ની લેબ ,સહીત વિવિધ વોર્ડ તેમજ ઓક્સિજન પ્લાન્ટ ની મુલાકાત સાથે જ ઑક્સીજન પ્લાન્ટ ને કાર્યરત કરવામાં આવ્યો હતો સાથે આઇસીયુ વોર્ડ સહીત બેડ અને ઇમર્જન્સી સાધનો નું નિરીક્ષણ કરી કોરોના ની સંભવીત પરિસ્થિતિ બાબતે સંપૂર્ણ સજ્જ બન્યું છે .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *