
=.કિરણ પ્રજાપતિ અને રિલેશ પ્રજાપતિ બંન્ને ભાઈઓ એ ઉચ્ચ અભ્યાસ કર્યો છે
=બંન્ને ભાઈઓ એ ઉચ્ચ પગાર ની નોકરી છોડી ફૂલો ની ખેતી તરફ ડગ માંડ્યા
.= ગ્રીન હાઉસ બનાવી પિતા જરબેરા ની ખેતી થી કરેલી ને દીકરાઓ એ હોલેન્ડ ના ફૂલો ની ખેતી ને આગળ વધારી
=ગુજરાત માં એક માત્ર સજોદ ખાતે .હોલેન્ડ ના જીપસોફિલા ફૂલ ની ખેતી કરી છે ,
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના ખેડૂત પિતા અને બે ઉચ્ચ અભ્યાસી પુત્રો એ ગ્રીન હાઉસ માં વિદેશી મૂળ ના ફૂલો ની અનોખી ખેતી કરી માતબર કમાણી કરી રહ્યા છે ઉચ્ચ અભ્યાસી બંન્ને પુત્રો એ ઉચ્ચ પગાર ની નોકરી છોડી ખેતી માં રુચિ ધરાવતા હોવાથી પિતા સાથે ખેતી તરફ ડગ માંડી હોલેન્ડ ના જીપસોફિલા ફૂલ ની ખેતી કરી માતબર કમાણી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે
અંકલેશ્વર ના.સજોદ ગામના પ્રગતિશીલ ખેડૂત યશવંતભાઈ પ્રજાપતિ એ પરંપરાગત ખેતી થી કંઈક જુદી ખેતી કરવાના હેતુ થી વર્ષ 2012 થી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ની કૃષિ સહાય યોજના નો લાભ લઇ ગ્રીન હાઉસ બનાવ્યું છે થાઈલેન્ડ અને હોલેન્ડ ના જરબેરા અને ,ઓર્ચિડ ફૂલો ની ખેતી થી શરૂઆત કરી હતી તેઓ ને આ ફૂલો ની ખેતી માં સફળ થયા હતા ત્યારે યશવંત ભાઈ ના બે દીકરા કિરણ પ્રજાપતિ અને રિલેશ પ્રજાપતિ બંન્ને ભાઈઓ એન્જીનીયરીંગ અને આઈ ટી સેક્ટર માં ઉચ્ચ અભ્યાસ કરી ઉચ્ચ પગાર ની નોકરી કરી રહ્યા હતા ,પરંતુ બંન્ને ભાઈઓ ને પિતા ને જેમ ખેતી પ્રત્યે ના લગાવ ના કારણે નોકરી છોડી ને ખેતી તરફ ડગ માંડી પિતા યશવંતભાઈ સાથે ખેતી માં જોતરાય ને વૈજ્ઞાનિક ઢબે આધુનીક પદ્ધતિ થી ખેતી ની શરૂઆત કરી કિરણ અને રિલેશે જરબેરા ફૂલ ની સાથે રાજ્ય સરકા ની સહાય થી અન્ય ગ્રીન હાઉસ બનાવી હોલેન્ડ ના જીપસોફિલા નામના ફૂલો નું વાવેતર કરવાનું નક્કી કરી બેંગ્લોર થી જીપસોફિલા ના રોપા લાવી ગ્રીન હાઉસ માં ડ્રિપ ઈરીગેશન લગાવી રોપા નું વાવેતર કર્યું અને ચાર મહિના બાદ વિપુલ પ્રમાણ માં જીપસોફિલા ના ફૂલ ની શરૂઆત થઇ છે અને શ્રમજીવી મારફતે ફૂલ ની કાપણી કરી તેને સાફ કરાવે છે ,બાદ તેના બંડલ બનાવી ને પ્લાસ્ટિક બેગ માં પેકીંગ કરી સુરત સહીત અન્ય રાજ્ય ના ,મુંબઈ ઇન્દોર સહીત ના મોટા શહેરો માં માંગ હોવાથી ત્યાં સપ્લાય કરી માતબર કમાણી કરી રહ્યા છે!
હોલેન્ડ ના જીપસોફિલા ફૂલ ની લગ્નપ્રસંગ, તહેવાર તેમજ અન્ય પ્રસંગો માં તેની ભારે માંગ વધુ હોવાથી તેનું ઉંચા ભાવે વેચાણ થતું હોય છે. ત્યારે ગુજરાત માં માત્ર અંકલેશ્વર ના સજોદ ગામ ના કિરણ પ્રજાપતિ અને રિલેશ પ્રજાપતિ એ હોલેન્ડ ના જીપસોફિલા ના ફૂલો નું વાવેતર કર્યું છે ત્યારે વર્ષો થી જરબેરા અને ,ઓર્ચિડ ના ફૂલો ની માંગ તો હતી જ પરંતુ હાલ હોલેન્ડ ના જીપસોફિલા ના ફૂલો એ પણ સ્થાન મેળવતા આ ફૂલો ની ડિમાન્ડ વધી છે.

