અમદાવાદનાપંચવટીખાતેઆવેલગરવીગુર્જરીએમ્પોરિયમનીમુલાકાતલેતાઉદ્યોગમંત્રીશ્રીબલવંતસિંહરાજપૂત

ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે અમદાવાદના પંચવટી ખાતે આવેલ ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ અંતર્ગત કાર્યરત ગરવી ગુર્જરી એમ્પોરિયમની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ખરીદી કરી સ્થાનિક આત્મનિર્ભરતાને પ્રોત્સાહિત કરવી જોઈએ તેવો સંદેશો આપ્યો હતો.

        ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ. દ્વારા ગુજરાત રાજ્ય તથા રાજ્ય બહાર કુલ 21 જેટલાં વેચાણ કેન્દ્રો કાર્યરત છે.

         ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ એ ગૃહ અને કુટીર ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલ અસંગઠિત કારીગરોને રોજગારી પૂરી પાડવા અને રાજ્યની લુપ્ત થતી હાથશાળા અને હસ્તકલાને જીવંત રાખવા કાર્યરત છે.

         આ એમ્પોરિયમ દ્વારા રાજ્યની ભાતીગળ અને ભવ્ય સંસ્કૃતિને ઉજાગર કરતા હાથશાળ અને હસ્તકલાના ઉત્કૃષ્ઠ ઉત્પાદનોનું વેચાણ કરી દૂર-સદૂરનાં ગામડાંઓમાં વસતા કારીગરોને રોજગારી પૂરી પાડવામાં આવે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *