
મહેસાણા ઉત્તર ગુજરાત વીજ કંપનીની મુખ્ય કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ

મહેસાણા
મહેસાણા યુ.જી.વી.સી.એલ ખાતે પુસ્તક વિમોચન અને સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત નાણાં તેમજ ઊર્જા મંત્રી કનુંભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે,ગુજરાત વીજ ક્ષેત્રે હજુ પણ વધારે સુંદર કાર્ય કરી શકે એમ છે.તેમજ ગુજરાત પાવર એફિસેન્સીવાળું રાજ્ય છે.
ઊર્જા મંત્રીશ્રી દેસાઇએ વઘુમાં ઉમેર્યું હતું કે,ઉત્તર ગુજરાત વીજ કંપનીએ ઉદ્યોગ સાથે જોડાયેલા ગ્રાહકો માટે ફરિયાદ નિવારણની નવીન વ્યવસ્થા શરૂ કરી છે,જે ૨૪ કલાક કાર્ય કરશે અને ફરિયાદ નિવારણ નંબર ૬૩૫૬૬-૨૦૦૨૧ જાહેર કરવામાં આવ્યો.

અત્રે ઉલ્લેખનીય છેકે વર્ષ ૨૦૧૯-૨૦ ના અંતમાં “યુજીવીસીએલ એટ અ ગ્લાન્સ”, વર્ષ ૨૦૨૦-૨૧ના અંતમાં “યુ.જી.વી.સી.એલ પીક ઓફ સક્સેસ” તથા વર્ષ ૨૦૨૧-૨૨ ના અંત બાદ “પાવરિંગ પ્રોસ્પેરિટી”ના વાર્ષિક આવૃત્તિઓના સફળ પબ્લિકેશનો યુ.જી.વી.સી.એલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. વીજ કંપની દ્વારા પોતાના માનવંતા ગ્રાહકો, હિતધારકો અને સરકાર પ્રત્યેનું દાયિત્વ દર વર્ષે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ હાથ ધરવામાં આવે છે.
વધુમાં “પાવરિંગ પ્રોસ્પેરિટી” એ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલ એ માત્ર વાર્ષિક પુસ્તક જ નહીં પરંતુ તેમાં દર્શાવેલ વિગતો અને આંકડાઓ કંપનીના નાનામાં નાના ઇલેક્ટ્રિકલ્સ આસિસ્ટન્ટ થી લઈને ઉચ્ચ અધિકારીઓએ સહિયારા પુરુષાર્થથી કરેલ અથાગ પરિશ્રમનું પરિણામ દર્શાવે છે. બુકમાં ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રીશ્રી કનુભાઈ દેસાઇ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ અને અધ્યક્ષ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ, સુશ્રી મમતા વર્મા, મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ શ્રી જયપ્રકાશ શિવહરે, ડાયરેક્ટર( એડમિનિસ્ટ્રેશન અને ફાઇનાન્સ) શ્રી રવિ શંકરના શુભેચ્છા સંદેશાઓ પ્રસ્તૃત કરવામાં આવેલ છે.

મંત્રીશ્રીના હસ્તે વિમોચન કરેલ પુસ્તકમાં કંપનીની સ્થાપનાથી લઈને અત્યાર સુધી કરવામાં આવેલ કામગીરીનો ચિતાર પ્રસ્તુત કરવામાં આવેલ છે, ઉપરાંત કંપનીના કાર્યકાળ દરમિયાન પ્રાપ્ત કરેલ ૩૧ જેટલા રાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ્સની માહિતી તથા છેલ્લા ૧૦ વર્ષથી મેળવેલ A+ રેટિંગ ,એન.એ.બી.એલ લેબોરેટરી તથા પ્લાન્ડ લોડ શેડિંગ ટ્રાન્સફોરમર થકી મેળવેલ પેટન્ટ અંગેની વિગતો તથા કંપનીના તમામ વિભાગો દ્વારા ભૂતકાળમાં કરવામાં આવેલ પ્રવુત્તિઓ, વર્તમાન કામગીરીઓ અને ભાવિ લક્ષ્યાંકો તથા તેને અનુલક્ષીને કરવામાં આવનાર આયોજનોની વિગતો પ્રસ્તૃત કરવામાં આવેલ છે.
યુજીવીસીએલ દ્વારા પ્રસ્તૃત કરવામાં આવેલ આ પુસ્તકો વીજ વિતરણ ક્ષેત્રે પથદર્શક સાબિત થાય તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. જેનાથી કંપનીના કર્મચારીઓ સતત પોતાની કામગીરીનું અવલોકન કરતાં રહેશે અને ભાવિ કામગીરી માટે સતત આયોજનબદ્ધ રીતે સફળતાના શિખરોસર કરવા માટે કટિબદ્ધ રહેશે તેવો અભિગમ રાખવામા આવેલ છે. કંપનીના કર્મચારીઓ તથા માનવંતા ગ્રાહકો ઉપરાંત ગુજરાત તથા ભારતની અન્ય વીજવિતરણ કંપનીઓને પોતાની કામગીરીના ઉચ્ચ લક્ષ્યાંકોનું નિર્ધારણ કરવા તેમજ સફળતા મેળવવા માટે દીવાદાંડી રૂપ પુરવાર થાય તેવી વિગતો પ્રસ્તૃત કરવામાં આવેલ છે.
ઊર્જા મંત્રી દેસાઇએ પાવરિંગ પ્રોસ્પેરિટી બૂકનું વિમોચન કર્યું હતું.આ બૂકમાં કંપની ગ્રાહકો માટે કેવી રીતે કામ રહી છે,જે યોજનાઓ છે તે કેવી રીતે કામ કરી રહી છે એની જાણકારી છે
આ પ્રસંગે યુ.જી.વી.સી.એલના મેજનેર કોર્પોરેટ કોમ્યુનિકેશન શ્રી શૈલેષ નાયક આગામી 31 ડિસેમ્બરના રોજ વય નિવૃત થનાર હોઇ તેમની કામગીરીને પણ પ્રોત્સાહિત કરવામા આવી હતી તેમજ મંત્રીશ્રી તેમજ મહાનુંભાવોના હસ્તે સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મુકેશભાઇ પટેલ,ઇન્ચાર્જ જિલ્લા કલેકટર ડો ઓમ પ્રકાશ, યુ.જી.વી.સી.એલના એમ.ડી પ્રભવ જોષી સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

