માણસા ના બાપુપુરા તથા વિહાર ગામ ની મુખ્ય મંત્રી એ ઓચિંતી મુલાકાત લીધી

મનુભાઈ નાયી.

રાજય ના મુખ્ય મંત્રી એ આજે નાયક ફિલ્મ ના હિરો ની માફક માણસા તાલુકાના બાપુપુરા તથા વિહાર ગામ ની સરપ્રાઈઝ વિઝીટ કરતાં સંબંધિત વિભાગ ના અધિકારીઓ માં દોડધામ મચી જવા પામી હતી .આજે સવારે દશ વાગ્યા બાદ મુખ્ય મંત્રી માણસા ના બાપુપુરા ગામે પહોંચી ગયા હતા. સૌ પ્રથમ સી.એમ બાપુપુરા ગામે પહોંચ્યા હતા ગામ ના સરપંચ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમણે ગામ ના સરકારી દવાખાના ની તથા ગ્રામ પંચાયત ની મુલાકાત લઈ ગામ ના લોકો સાથે ગામ ના પ્રશ્નો અંગે સંવાદ કરી તેની જાણકારી મેળવી હતી અને આ પ્રશ્નો ના નિકાલ માટે સંબધિત વિભાગના અધિકારીઓ ને તાત્કાલિક નિરાકરણ લાવવા માટે સૂચના આપવામાં આવી હતી બાપુપુરા ગામ થી મુખ્યમંત્રી નો કાફલો વિહાર ગામે પહોચ્યો હતો અહીં પણ તેમણે ગામ ના લોકો સાથે બેસી ને તેમના પ્રશ્નો સાભળ્યા હતા મુખ્યમંત્રી અચાનક જ માણસા માં થી પસાર થયા બાદ બન્ને ગામ ના લોકો માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો અને મુખ્યમંત્રી ના આ નવતર અભિગમ ને લોકો એ બિરદાવ્યો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM