આણંદ શહેર બોરસદ ચોકડી અને ઝારોલા ચોકડી ઉપર ઓવરબ્રિજ નું નિર્માણ થશે સાંસદ શ્રી મિતેષ ભાઈ પટેલ ના હસ્તે ખાતમુહુર્ત

આણંદ શહેર બોરસદ ચોકડી અને  ઝારોલા ચોકડી ઉપર બનનાર ઓવરબ્રિજનું આજે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલના શુભ હસ્તે ખાતમુહુર્ત થયું હતું આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રી કાંતિભાઈ ચાવડા ,અગ્રણી મહેશભાઈ પટેલ સહીત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાપૂ.મહાત્મા ગાંધી બાપુની દાંડી કૂચ યાત્રા જે માર્ગેથી પસાર થઈ હતી તે માર્ગ એટલે કે, બોરસદ ચોકડી અને  ઝારોલા ચોકડી ઉપર ઓવરબ્રિજ બનશે. હાલ આણંદ શહેરમાં ટ્રાફીકની સમસ્યા નગરજનો માટે અવરોધ રૂપ બની છે ત્યારે આ બ્રિજ બનવાથી વાહન ચાલકો રાહદારીઓ માટે મોટી રાહત થશેસાંસદ શ્રી મિતેષ ભાઈ પટેલે જણાવ્યું હતુ કે , આણંદ શહેરમાં ટ્રાફીકની સમસ્યાના નિવારણ અને નાગરિકોને સરળતા માટે બોરસદ ચોકડી ખાતે રૂ.૫૩ કરોડ અને ઝારોલા ચોકડી ખાતે રૂ.૧૭ કરોડ ના ખર્ચ થી સર્વિસ રોડ સાથેના  આ બંન્ને ઓવર બ્રિજનું નિર્માણ થશે અને તે ૧૮ માસમાં પૂર્ણ કરવાની નેમ છે.ભારત સરકારના સડક અને માર્ગ પરિવહન મંત્રાલય દવારા  સને.૨૦૨૦ માં આણંદ ખાતે દાંડી પથ ઉપર બોરસદ ચોકડી ખાતે રાષ્ટ્રીય ધોરી માર્ગ ૬૪ ઉપર  ચાર માર્ગીય  ફ્લાય ઓવર બ્રિજની મંજૂરી આપી છે.જેના કારણે આણંદ શહેરમાં પ્રવેશ અને બહાર જવા માટે વાહન ચાલકોને પડતી મુશ્કેલીમાં રાહત મળશે,સાંસદશ્રીએ વડાપ્રધાનશ્રી અને રાજ્યના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલ પ્રત્યે  આભાર ભાવની લાગણી વ્યક્ત કરતા વધુમાં જણાવ્યું કે આણંદ શહેરમાં હજુ ગણેશ ચોકડી ખાતે પણ નૂતન બ્રિજની મંજૂરી મળી છે તેનું પણ કામ ટૂંક સમય માં શરૂ થશે  એટલે શહેરની ટ્રાફીકની હાલની સમસ્યાનો અંત આવશે.બોરસદ ચોકડી ખાતે યોજાયેલ ખાતમુહરત સમારોહમાં નગર પાલિકા પ્રમુખ શ્રી કાંતિભાઈ ચાવડા ,અગ્રણીશ્રી મહેશભાઈ પટેલ,મયુર પટેલ,સુભાષ બારોટ,સ્વપનીલ પટેલ,છત્રસિંહ જાદવ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજ નિર્માણ કર્તાશ્રી વરુણ પટેલ અને તેઓની ટીમ દ્વારા મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું,

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM