ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈ કાલી પોસ્ટર વિવાદને લઈ પહોંચી સુપ્રીમ કોર્ટ


જ્યારે ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈની ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’નું પોસ્ટર સામે આવ્યું ત્યારે પોસ્ટરને લઈને ઘણો વિવાદ થયો હતો. લીના મણિમેકલાઈને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ હતો. આટલું જ નહીં, દેશભરના ઘણા રાજ્યોમાં તેની વિરુદ્ધ હ્લૈંઇ પણ નોંધવામાં આવી હતી. હવે લીનાએ આ મામલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. તમને જણાવી દઈએ કે, ‘કાલી’ના પોસ્ટરમાં દેવીને ધૂમ્રપાન કરતી અને ફ્લેગ્સ પકડેલી બતાવવામાં આવી હતી, જેના કારણે ફિલ્મને વિરોધનો સામનો કરવો પડ્યો હતો અને સોશિયલ મીડિયા પર તેને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. તેમની સામે દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં એફઆઇઆર નોંધવામાં આવી હતી. હવે ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. વિરોધને કારણે લીના મણિમેકલાઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જેના દ્વારા તેણે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે તે તેની વિરુદ્ધ નોંધાયેલી તમામ એફઆઈઆર રદ કરે. લીના વતી દાવો કરવામાં આવ્યો હતો કે પોસ્ટર શેર કર્યા બાદ તેને અને તેના પરિવારને ધમકીભર્યા ફોન પણ આવ્યા હતા. લીના વતી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, તેણે કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો નથી. તેનો ઉદ્દેશ્ય મૂળ સમાવિષ્ટ દેવીની છબી બતાવવાનો હતો. તમામ એફઆઈઆર રદ કરવાની માગણી સાથે તેમણે એમ પણ કહ્યું કે, આ તેમની અભિવ્યક્તિની સ્વતંત્રતા, બોલવાના અધિકારનું ઉલ્લંઘન છે. લીના મણિમેકલાઈની અરજી ડિસેમ્બરમાં જ આવી હતી, જાે કે તે ૧૧ જાન્યુઆરીએ નોંધાઈ હતી. હવે આ અરજી દાખલ થયા બાદ લીના મણિમેકલાઈ ચર્ચામાં આવી ગઈ છે. તેમની અરજી પર ૨૦ જાન્યુઆરીએ સુનાવણી થશે. આવી સ્થિતિમાં આ મામલે આગળ શું થાય છે તે જાેવાનું રહેશે. તમને જણાવી દઈએ કે, કાલીના પોસ્ટરને લઈને એટલો વિવાદ થયો હતો કે તે પછી ટિ્‌વટરે પણ આ પોસ્ટરને હટાવી દીધું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *