યુ.જી.વી.સી.એલ. મહેસાણા કચેરી દ્રારા ગુજરાત સરકાર ની સોલાર રૂફ ટોપ યોજના બાબતે જન જાગૃતિ અભિયાન.

ત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ની મહેસાણા વર્તુળ કચેરીના તાબા હેઠળ ના મહેસાણા, કડી ,વિજાપુર, વિસનગર અને પાટણ વિભાગીય કચેરીઓના કાર્યક્ષેત્ર ની કુલ 35 પેટા વિભાગીય કચેરીઓના ગામડાઓમાં તેમજ શહેરોમાં સોલાર રુપટોપ યોજના અંતર્ગત વધુમાં વધુ સોલાર કનેક્શન લાગે તે માટે લોકોને સોલાર રુફટોપ યોજના બાબતે જાગૃતિ લાવવા ના હેતુસર મહેસાણા વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી એ. બી. પટેલ તેમજ શ્રી હર્ષદભાઈ લીમ્બાચીયા ના માર્ગદર્શન હેઠળ પેમ્પલેટ ,સોલાર રથ દ્વારા તેમજ સોશિયલ મીડિયાના વિડીયો દ્વારા બહોરો પ્રચાર અને પ્રસાર કરવામાં આવેલ છે. વીજ ગ્રાહકોને ગ્રીન એનર્જી એટલે કે પ્રદૂષણ મુક્ત વીજળીનો ઉપયોગ થાય તે બાબતે સમજુતી ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમને વધુમાં જણાવ્યું કે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અભિયાન મુજબ દરેક ઘરે સોલાર રૂફપેનલ લાગે અને વધુમાં વધુ વીજળીનો બચત થઈને એક નાનામાં નાના માણસના ઘર સુધી વીજળી પહોંચાડવાનો તેમનો અભિગમ એક આદરણીય અભિગમ છે. જેને અમે આગળ ધપાવી ઘરે ઘર લોકો સુધી પહોંચાડવા આ પ્રવૃત્તિને વેગ આપી રહ્યા છીએ. તેમજ પબ્લિકને સમજાવી લોકો આ અભિયાનમાં વધુ ને વધુ જોડાય તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ.
રિપોર્ટ… ડેવિડ પટેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *