
3 ફેબ્રુઆરી 2023 મોડાસા(અરવલ્લી) ખાતે આયોજિત “જિલ્લા સંમેલન -છાત્ર હુંકાર” નું કાર્યાલય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉપરાંત આગામી કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોડાસા નગર કાર્યવાહ શ્રી નવનીતભાઈ પટેલ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સેનેટ સભ્ય શ્રી કામેશભાઈ શાહ અને અભાવિપ મોડાસા નગર અધ્યક્ષ શ્રી અર્પિતભાઈ જોશી, શ્રી સંજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
