
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વાલેવડા ધામે માં વાંકલ માતાજીનુ ધામ આવેલું છે જ્યાં દર પુનમના દિવસે તન્ના પરીવાર સહિત રઘુવશી લોહાણા સમાજના હજારો લોકો માં વાંકલ માતાજીના દર્શન પધારે છે જેમાં ખાસ મહા મહીનામાં માતાજીના ખાસ મહીના તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજરોજ મહાસુદ સાતમના દિવસે તન્ના પરીવારના કુળદેવી માતા વાંકલ માતાજીના મંદિરે 17મો પાટોત્સવ મહોત્સવ ઉજવાયો હતો જેમાં મોટીસંખ્યામાં ગુજરાતમાં વસવાત કરતાં લોહાણા સમાજના તન્ના પરીવારના સભ્યો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં જ્યારે આજે પાટોત્સવ મહોત્સવ અંતર્ગત વાંકલ માતાજીના મંદિરે યોજાયેલ હવન યજ્ઞમાં તન્ના યોગેશકુમાર ભાઈલાલભાઈ ભીલડી વાળા અને તન્ના અલપેશકુમાર રમેશભાઈ થરાવાળા યજમાન પદે રહ્યા હતા હવન યજ્ઞ સાથે વાલેવડા ધામે માતા વાંકલ માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં કાવ્યા રાજુભાઇ ઠક્કર પરીવારને માતાજીની મૂર્તિ સાથે બગીમાં બેસવાના લાવો લીધો હતો ઉલ્લેખનીય છેકે ગુજરાતમાં લોહાણા સમાજના તન્ના પરીવારમાં મહાસુદ 1 થી પુનમ સુધી માયા ચાલતાં હોય તન્ના પરીવાર દ્વારા માતાજીના માયા દરમિયાન શ્રધ્ધા અને વિશ્વાસ સાથે માતાજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે અને દર વર્ષે મહાસુદ સાતમના દિવસે કાંકરેજ તાલુકાના થરા ગામથી પગપાળા યાત્રા સંઘમાં ભક્તજનો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વાલેવડા ધામે પધારે છે વાલેવડ ઐતહાસિકમાં વાંકલ માતાજીના મંદિરે હવન યજ્ઞ સાથે પાટોત્સવ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે જેમાં મોટીસંખ્યામાં ગુજરાતના ખુણે ખુણેથી માં વાંકલ માતાજીના મંદિરે દર્શન કરી સહ તન્ના પરીવાર સાથે માતાજીનો ભોજનપસાદ લઈ ધન્યતા અનુભવી હતી
