મહુવા ના વસરાઇ ખાતે “ધોડિયા સમાજ સાંસ્કૃતિક ભવન” નિર્માણ કાર્યસ્થળ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ, મયુર પટેલ

“વસંતનાં વધામણાં-વૃક્ષારોપણ – કાર્યક્રમ” “ધોડિયા સમાજ” સાંસ્કૃતિક ભવન નિર્માણ કાર્યસ્થળ વસરાઇ મુકામે હાલ ઓફીસનું કામ ચાલી રહ્યું છે. જેનું લોકાર્પણ ૧૪ એપ્રિલ(આંબેડકર જયંતી)નાં દિને કરીશું .આ ઑફીસની સામે પાર્ટીપ્લોટની જગ્યાએ આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જેમાં મહુવા તા.પં.ના પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ ,તા.પં .સદસ્ય કિશોરભાઈ,પરિમલભાઈ માજી તા.પં.પ્રમુખ, પ્રકાશભાઈ મહેતા , મહુવા સુગર સુગરના ડિરેક્ટર તૃષારભાઈ પટેલ,ડી.વાય.એસ.પી. અનિલભાઈ પટેલ વસરાઇ ગામના સરપંચ રીંક્લબેન ,પુના ગામના સરપંચ રેખાબેન, તેમજ સુરેશભાઈ ,ડાહ્યાભાઈ,મગનભાઈ , ગમનભાઈ , ભીખુભાઈ અમ્રતભાઈ , અજીતભાઈ, ધીરૂભાઈ, અનુપભાઈ , કેતનભાઇ, અશ્વિનભાઈ, બચુભાઈ પટેલ, ઉમેદભાઈ પટેલ ,મીનેશભાઈ પટેલ ,જીજ્ઞાબેન, આશાબહેન ,તેમજ સમાજનાં આગેવાનો ગ્રામજનો અને કારોબારી મિત્રોની હાજરી આપી હતી. વૃક્ષારોપણ ના કાર્યક્રમ અરીકાપામ-ટર્મેનેલિયા-ફોક્ષટેલપામ-ટ્રાવેલપામ-રેડપામ જેવાં વૃક્ષોનું વાવેતર કરાયું હતું.
આવનારા સમયમાં સમાજની આ ૧૦ વીંધા જગ્યા પર સાંસ્કૃતિક ભવન-લાઇબ્રેરી – મ્યુઝિયમ-સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સહિત ક્રમશઃ ૬૦ જેટલા યુનિટ સાથેનો ભવ્ય પ્રોજેકટ સમાજ જનોનાં સહયોગથી સમાજને અર્પણ થશે. વિશાળ કાર્યમાં તમ-મન-ધન-થી સહયોગી થનારા તમામ સમાજ જનોનો આભાર માન્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *