મહુવા તાલુકામાં વિશ્વ રક્તપિત દિવસ ની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટ ,મયુર પટેલ

મહુવા તાલુકાના તમામ ગામોમાં “સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન- પખવાડિ” અંતર્ગત ૩૦ મી જાન્યુઆરી-૨૦૨૩ ના રોજ ગ્રામ સભા યોજવામાં આવી આ કાર્યક્રમમાં સરપંચ શ્રી, પંચાયત સભ્યો,,આરોગ્ય કર્મચારી ,તથા ગ્રામજનો ઉપસ્તિથ રહ્યા હતા. રક્તપિત વિશે લોકોમાં જનજાગુતિ આવે તે માટે વિશ્વમાં દર ૩૦ મી જાન્યુઆરીએ રક્તપિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
રક્તપિત માઈક્રોબેકટેરીયમ લેપ્રસી નામના સૂક્ષ્મ જીવાણુંથી થતો રોગ છે. આ રોગમાં શરીરની ચામડી અને જ્ઞાનતંતુઓને અસર થાય છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો એક વ્યક્તિ થી બીજી વ્યક્તિને શ્વાસોશ્વાસ મારફતે ચેપ લાગી શકે છે. વહેલુ નિદાન અને નિયમિત બહુઅઔષધિય સારવારથી રક્તપિત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ /અપંગતા અટકાવી શકાય છે.
(૧)શરીરના કોઈપણ ભાગમાં આછું, ઝાંખુ, રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું.(૨) જ્ઞાનતંતુઓ જાડા થવા તેમજ તેમા દુ:ખાવો થવો.રક્તપિતકોઈપણ તબક્કે સંપૂર્ણપણે મટી શકે છે. નજીકના તમામ સરકારી દવાખાના, સબસેન્ટર પ્રાથમિક આરોગય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, રેફરલ હોસ્પિટલ, ડીસ્ટ્ર્રીકટ જનરલ હોસ્પિટલ, ખાતે એમ.ડી.ટી. (મલ્ટી ડ્રગ ટ્રીટમેન્ટ) બહુઅઔષધિય સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM