

કમલમ ન્યૂઝ રાકેશ વાળા, તાપી ચીફ.
તારીખ 20/03/2023 થી તારીખ 22/03/2023 સુધી પી.પી. સવાણી વિદ્યામંદિરમાં ધોરણ-10 ના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના શાળા તેમજ અન્ય શાળાના વિદ્યાર્થીઓની “મોડલ ટેસ્ટ માર્ચ- 2023” પરીક્ષા યોજાઇ.
S.S.C બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનો પરીક્ષા પ્રત્યેનો ડર, ભય અને હાવ દૂર થાય અને બોર્ડની પરીક્ષાનો પ્રત્યક્ષ અનુભવ થાય તે હેતુને ધ્યાનમાં રાખીને મોડલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડેલ ટેસ્ટ આપનાર વિદ્યાર્થીઓનો કુમકુમ તિલક કરી મોં મીઠુ કરાવીને સ્વાગત કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં પોતાનું લક્ષ્યાંક સિદ્ધ કરવા પોતાનો પર્સન્ટેજ ટાર્ગેટ લખી સહી કરી સફળતા પ્રાપ્ત કરવા સંકલ્પ કર્યો.બોર્ડની જેમ જ દરેક વિદ્યાર્થીને હોલ ટિકિટ, બારકોડ સ્ટીકર, બો ર્ડની ઉત્તરવહી-પુરવણી,સમય સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ મુજબ પરીક્ષા લેવામાં આવી,જે પી.પી. સવાણી વિદ્યામંદિર,વ્યારા ની આગવી ઓળખ છે.શાળાના ટ્રસ્ટીઓ, આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ મિત્રો એ ઉપસ્થિત રહી દરેક વિદ્યાર્થીને સારું પરિણામ લાવવા માટે શુભ આશિષ પાઠવ્યા.સમગ્ર આયોજન વ્યવસ્થા અને સંકલન શાળાના આચાર્યશ્રી અલ્પેશ ગજેરા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું