વ્યારા આયુર્વેદ વિભાગની સંકલન મિટિંગ મામલતદાર ઓડિટોરિયમ હોલમાં પ્રાંત ઓફિસર શ્રી આર. સી.પટેલ સાહેબના નેતૃત્વમાં રાખવામાં આવી

કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે

આરોગ્ય વિભાગ, આઈ. સી. ડી. એસ વિભાગ તથા આયુર્વેદ વિભાગની સંકલન મિટિંગ મામલતદાર ઓડિટોરિયમ હોલમાં પ્રાંત ઓફિસર શ્રી આર. સી.પટેલ સાહેબના નેતૃત્વમાં રાખવામાં આવી હતી. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી
પાઉલ વસાવા સાહેબ, ક્વોલિટી એસ્ટોરેન્સ અધિકારી શ્રી ડો. કે.ટી.ચૌધરી સાહેબ, મામલતદાર શ્રી સોલંકી સાહેબ, પી.ઓ. કમ ટી.ડી.ઓ શ્રી પઠાણ સાહેબ,જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો. જયશ્રીબેન તથા સીડીપીઓશ્રી
વ્યારા હાજર રહ્યા હતા. ત્યારબાદ દરેક મહેમાનોની પુષ્પ ગુચ્છથી સ્વાગતની વિધિ માટે તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી રાજેશભાઇ શેઠે
પધારેલ મેડિકલ ઓફિસર્સ દ્વારા ડાયસ ઉપર બિરાજમાન તમામ અધિકારીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું.ત્યારબાદ મિટિંગની શરૂઆત તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો. પ્રણયભાઈ પટેલ દ્વારા કરવામાં આવી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પાઉલ વસાવા સાહેબ દ્વારા સગર્ભા બહેનોની નોંધણી તથા જોખમી માતાઓ વિશે વિસ્તૃત માહિતી તથા સમજ દરેક કર્મચારીને આપવામાં આવી. ત્યારબાદ પ્રાંત અધિકારી શ્રી આર. સી.પટેલ સાહેબ દ્વારા સીકલસેલ રોગ વિશે જાણકારી આપવામાં આવી અને બધા વિભાગો દ્વારા સંકલન કરી કામગીરી કરવામાં આવે તો પરિણામ સારું આવી શકે એવી માહિતી આપવામાં આવી. ક્યુ એમ ઓ ડો કે.ટી.ચૌધરી સાહેબ દ્વારા ડાયાબીટીસ અને હાયપર ટેન્શન રોગ વિશે વિસ્તૃત માહિતી આપવામા આવી. આ પ્રમાણે દરેક ડિપાર્ટમેન્ટ દ્વારા વિસ્તૃત જાણકારી હાજર કર્મચારીઓએ આપવામાં આવી.અંતે આભારવિધિ તાલુકા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રણયભાઈ પટેલ દ્વારા કરીને કાર્યક્રમની પુર્ણાહુતિ કરવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *