23-બારડોલી લોકસભા સાંસદ ખેલ સ્પર્ધા


કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,

આગામી ૩જી માર્ચે વ્યારા કોલેજ ગ્રાઉન્ડ ખાતે 23-બારડોલી લોકસભા સાંસદ ખેલ સ્પર્ધા યોજાશે

સ્પર્ધા માટેનું એન્ટ્રી ફોર્મ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી તાપી -વ્યારાથી મેળવવાનું રહેશે

વોલીબોલ- ભાઈઓ , ખોખો-બહેનો,એથ્લેટીક્સ ૨૦૦ મીટર દોડ,લાંબીકૂદ, ગોળાફેંક સ્પર્ધામાં ૧૮ થી ૩૫ વર્ષની વયજૂથના ખેલાડી ભાઇઓ/બહેનો ભાગ લઇ શકશે

તાપી તા ૨૪ બારડોલી લોકસભા-23 માન.સાંસદશ્રી પ્રભુભાઇ એન.વસાવા દ્વારા આયોજીત સાંસદ ખેલ સ્પર્ધા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી તાપી દ્વારા સંચાલીત સાંસદ ખેલ સ્પર્ધામાં ખો-ખો બહેનો, વોલીબોલ ભાઇઓ તેમજ એથ્લેટીક્સ ૨૦૦ મીટર દોડ, લાંબીકૂદ, ગોળાફેંક સ્પર્ધા ભાઇઓ/બહેનો માટે આગામી તા.૦૩/૦૩/૨૦૨૩ ના રોજ વ્યારા કોલેજ ગ્રાઉન્ડ પર યોજવામાં આવનાર છે. આ સ્પર્ધામાં ૧૮ થી ૩૫ વર્ષની વયજૂથના ખેલાડીઓ ભાગ લઇ શકશે. સ્પર્ધા માટેનું એન્ટ્રી ફોર્મ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીએથી મેળવવાનું રહેશે. સ્પર્ધામાટેની એન્ટ્રી આગામી તા.૦૧/૦૩/૨૦૨૩ સુધીમાં વોટ્સએપ, ઇ-મેઇલ થી તથા રૂબરૂ કચેરી સમય દરમ્યાન જમા કરાવી શકાશે. એન્ટ્રી મોકલવા માટે વોટ્સએપ નંબર- ૮૧૪૧૬૨૪૧૦૦, ઇ-મેઇલ આઇ.ડી dsotapi38@gmail.com પર મોકલી આપવા અથવા રૂબરૂ કચેરીએ જમા કરાવવાની રહેશે. એમ જિલ્લા રમત ગમત અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *