
જીવન જયોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત પ્રો વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર વી પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ).વી એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ) સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ, અમરોલીનો વાર્ષિકોત્સવ “કારવા હુનર કા” અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઇનામ વિતરણનું આયોજન માં તા. ૨૬/૦૨/૨૦૨૩ના રોજ સરદાર સ્મૃતિ હોલ ખાતે કરવામાં આવ્યું હતું, વાર્ષિક મહોત્સવ આયોજનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રહેલી શૈક્ષણિક, રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિના તેજસ્વી પ્રતિભાશાળી અને ઉલ્લેખનીય સિદ્ધિ કુશળતા અને પ્રતિભા ને બીરદાવાનો છે. આ કાર્યક્રમમાં આગવી પ્રતિભા ઘરાવતા મુખ્ય મહેમા તરીકે માનનીય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરિયા, પદ્મશ્રી શ્રી મથુરભાઈ સવાણી, ચેરમેનશ્રી કિરણ હોસ્પિટલ, ધારાસભ્યશ્રી શ્રી કાંતિભાઈ બલર તેમજ કુલપતિ શ્રી ડૉ. કે. એન, ચાવડા, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને શ્રી રમેશભાઈ વઘાસિયા, યેમબર ઓફ કૉમર્સ, જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખશ્રી ભરતભાઈ શાહ મંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલ તેમજ ટ્રસ્ટી મંડળ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સુંદર પ્રાર્થનાથી કરવામાં આવી હતી. સૌપ્રથમ આમંત્રિત મહેમાનોનો પરિચય આપી પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સુંદર સાસ્કૃતિક કૃતિ રજૂ
કરી હતી. આ કાર્યક્રમમાં ઇનામ વિતરણ અંતર્ગત યુનિવર્સિટી ક્ષેત્રે ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થી તેમજ કૉલેજ કક્ષાએ પ્રથમ,બીજો અને ત્રીજો ક્રમ મેળવનાર બીબીએ,બીસીએ,બીકોમ અને બીસીએ વિન્ટરના વિદ્યાર્થી તેમજ યુથ ફેસ્ટિવલ, એનએસએસ, એનસીસી અને સ્પોર્ટ્સ ક્ષેત્રે વિવિધ ક્ષેત્રે સિધ્ધિઓને પુરસ્કૃત કરી આમંત્રિત મુખ્ય મહેમાનો હસ્તે પારિતોષીક અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. મહેમાનોએ પ્રસંગોચિત પ્રવચન આપી પોતાના રસના ક્ષેત્રમાં આગળ વધવા માટે વિદ્યાર્થીઓને પ્રેરીત કરિયા હતાં. આ સાથે કોલેજના આધ્યાપકો પૈકી પીએચડી, નેટ, જીસેટ અને પીએચડી ગાઈડશીપ મેળવનાર આધ્યાપક તથા રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત શ્રેષ્ઠ પ્રોગ્રામ ઓફિસર મેળવેલ સિદ્ધિને પારિતોષીક દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર ગોયાણીના માર્ગદર્શક હેઠળ આઘ્યાપકો વિવધ સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું, અને અંતે રાષ્ટ્રગીતથી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી.
