
રિપોર્ટ ,મયુર પટેલ
વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ઠ દેખાવ બદલ ઈનામ વિતરણ કરવામાં આવ્યું

ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સ નડિયાદ નો 76 મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો અને ઉત્કૃષ્ઠ દેખાવ બદલ કોલેજન વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમનો પ્રારંભ કોલેજની બહેનો દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવ્યો આવેલા મહેમાનોનું સ્વાગત કોલેજના આચાર્ય ડૉ.અલ્પેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું


જે. એન્ડ.જે કોલેજમાં થયેલ કાર્યક્રમ માં સમારંભના પ્રમુખ તેમજ નડિયાદ એજ્યુકેશન સોસાયટીના મંત્રી ભુપેન્દ્રભાઈ દેસાઈ, પુરુષોત્તમભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ, શિલ્પાબેન જાની, રોહિણીબેન પટેલ, ઓ.એસ.હરીશભાઈ પારેખ, તથા કોલેજના અલગ અલગ વિભાગના પ્રોફેસરો , ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, નિવૃત કર્મચારીઓ ની વિશેષ ઉપસ્થિતિમાં આ વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો
આ વાર્ષિક ઉત્સવમાં કોલેજના નિવૃત કર્મચારીઓ,નિમણૂક પામેલા કર્મચારીઓ, ઓફિસ વિભાગમાં બઢતી પામેલ કર્મચારીઓ, અને કોલેજના આચાર્ય ડૉ. અલ્પેશભાઈ પટેલ ને સેનેટ સભ્ય તરીકે ચુંટવા બદલ સંસ્થાના મંત્રી દ્વારા દરેકનું સન્માન કરવામાં આવ્યું હતું
સમગ્ર વર્ષ દરમિયાન થતી કોલેજ પ્રવૃત્તિનો અહેવાલ પ્રેઝન્ટેશન પ્રો. રૂપાબેન સોની દ્વારા કરવામાં આવ્યું સંભારામના પ્રમુખ તેમજ સંસ્થાના મંત્રી દ્વારા ઉદબોધન કરાયું વર્ષ 2020-21 તેમજ 2021-22 દરમિયાન થયેલ ઉત્કૃષ્ઠ બદલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું
સમારંભના અંતમાં ધ્રુવ પટેલ દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું તેમજ સમૂહમાં રાષ્ટ્રનગાન કરવામાં આવ્યું