આજે ૩૦ ઓક્ટોબરના રોજ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલનો મોરબી વિધાનસભા ક્ષેત્રમાં પ્રવાસ યોજાઇ ગયો

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ આજે મોરબી વિધાનસભામાં વાઘપર ( પીલુડી) ખાતે જાહેરસભાને સંબોધી હતી અને ત્યારબાદ રાજ્ય સરકારના મંત્રીશ્રી અને મોરબી વિધાનસભા બેઠક ના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં સિરામિક ઉદ્યોગ એસોસિએશનના અગ્રણીઓ અને હોદેદારો સાથેની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતની આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી અન્વયે આજે ૩૦ ઓક્ટોબરના રોજ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલનો મોરબી વિધાનસભા ક્ષેત્રમાં પ્રવાસ યોજાઇ ગયો હતો.

            આ પ્રવાસ અંતર્ગત નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ મોરબી વિધાનસભા ક્ષેત્રના ભાજપા ઉમેદવાર શ્રી બ્રીજેશભાઇ મેરજાના સમર્થનમાં બપોરે ૧:૩૦ કલાકે વાઘપર, તા. મોરબી ખાતે જાહેર સભાને સંબોધી હતી અને સાંજે ૫:૦૦ કલાકે શ્રીજી હોલ, શનાળા રોડ, મોરબી ખાતે પાટીદાર સમાજના અગ્રણીઓ અને સમાજ શ્રેષ્ઠીઓ સાથેની બેઠકમાં અને ત્યારબાદ સાંજે ૬:૧૫ કલાકે વેલસા વિટ્રીફાઇડ, નવા જાંબુડિયા, મોરબી ખાતે રાજ્ય સરકારના મંત્રીશ્રી અને મોરબી વિધાનસભા બેઠક ના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં સિરામિક ઉદ્યોગ એસોસિએશનના અગ્રણીઓ અને હોદેદારો સાથેની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં.

            આ જાહેર સભામાં રાજ્ય સરકારના મંત્રીશ્રી અને મોરબી વિધાનસભા સીટના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી સૌરભભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ તથા મોરબી વિધાનસભા સીટના પ્રદેશ ઇન્ચાર્જશ્રી આઇ.કે.જાડેજા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, મોરબી વિધાનસભા બેઠક ના ભાજપા ઉમેદવાર શ્રી બ્રિજેશ ભાઈ મેરજા,  પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા- તાલુકા ભાજપા પ્રમુખ/ મહામંત્રીશ્રીઓ, લોકગાયક શ્રી કિર્તીદાન ભાઈ ગઢવી,  સહકારી ક્ષેત્રના આગેવાનો, સંગઠનના પદાધિકારીશ્રીઓ, સ્થાનિક ભાજપા અગ્રણીઓ, કાર્યકર્તાઓ, સમર્થકો, શુભેચ્છકો સહિત સ્થાનિક જનતા ઉપસ્થિત રહી હતી.

        આ પ્રવાસમાં જાહેર સભાને સંબોધતા શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે કોરોના કાળમાં  સંક્રમણ અટકાવવામાં અને નાગરિકોને ઉત્તમ માં ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ મળે તે માટે રાજ્યની ભાજપા સરકારે કેન્દ્રની ભાજપા સરકારના સહયોગથી દિન રાત કાર્યરત રહી સતત પ્રયત્નો કર્યા છે. જેના પરિણામે સમગ્ર દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કોરોના મહામારી ને કારણે માનવ હાની ઘટાડવામાં આપણે સફળ રહ્યા છીએ.

            શ્રી પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસે હંમેશા વંશવાદને, પરિવાર વાદને પ્રોત્સાહન આપ્યું છે. માત્ર એક જ પરિવારની પૂજા અને એક જ પરિવારના સભ્યોનો કોંગ્રેસ પર કબજો રહ્યો છે. કોંગ્રેસ પક્ષમાં જ આંતરિક લોકશાહીનો અભાવ છે. શું આવો પક્ષ દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતને મજબૂતાઇ અને સન્માન આપી શકે ? જ્યારે બીજી બાજુ ભાજપા એ કાર્યકર્તાઓની પાર્ટી છે. ભાજપા માં જ નાનામાં નાનો કાર્યકર્તા રાજ્યના મુખ્યમંત્રી થી લઈને દેશના વડાપ્રધાન સુધીના પદ સુધી પહોંચી શકે છે. ભાજપા એ એકમાત્ર રાજકીય સંગઠન છે. જે સંગઠન ને સેવાનું માધ્યમ ગણીને સમાજસેવામાં કાર્યરત છે.

            શ્રી પટેલે અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભ ભાઈ પટેલને આવતીકાલે તેમની જન્મજયંતી નિમિત્તે આદરાંજલી આપતા જણાવ્યુ હતુ કે ભારતના જુદા જુદા રજવાડાંઓને એક કરી અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે ઐતિહાસિક કાર્ય કર્યું છે. આ ઉપરાંત આઝાદીની લડતમાં સુભાષચંદ્ર બોઝ, ડો.બાબા સાહેબ આંબેડકર, શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુખદેવ, રાજગુરુ જેવા અનેક વીરલાઓ અને સરદાર પટેલને ભૂલાવવાનું કાર્ય કોંગ્રેસે કર્યું છે. દેશને આઝાદી અપાવવામાં માત્ર ને માત્ર પંડિત જવાહરલાલ નહેરુ ને જ જશ આપીને કોંગ્રેસે શહીદ વીરોનું અપમાન કર્યું છે.

            શ્રી પટેલે કહ્યું હતું કે નર્મદા યોજનાનું સપનું સરદાર વલ્લભભાઈ પટેલ એ જોયું હતું. પરંતુ બાદમાં કોંગ્રેસની સરકારોના ગુજરાત વિરોધી વલણ અને રાજ્યના કોંગ્રેસીઓની ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના માટેની ઉપેક્ષાના કારણે અનેક વિઘ્નો આવ્યા. ભાજપા સરકાર ગુજરાતમાં આવ્યા બાદ સ્વ. કેશુભાઈ પટેલે અને બાદમાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલા ભગીરથ પ્રયાસ અને મક્કમ નિર્ધારના કારણે નર્મદા યોજના સાકાર થઈ.દેશના વડાપ્રધાન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સાતત્યપૂર્ણ પ્રયાસો અને અડીખમ સંકલ્પ શક્તિના પરિણામે ” માં નર્મદા ” ના નીર કેવડિયા કોલોની થી સુદુર છેક કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યા છે. સરદાર સાહેબ ના સ્વપ્નને સાકાર કરવાનું કાર્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે.

            શ્રી પટેલે કહ્યું હતું કે ભાજપાની સરકાર એ ખેડૂતોની સરકાર છે, સાડા ત્રણ હજાર કરોડ રૂપિયાના ખર્ચે ‘કિસાન સૂર્યોદય યોજના’ ખેડૂતો માટે શરૂ કરવામાં આવી છે. જગતના તાત એવા રાજ્યના ખેડૂતોને હવે દિવસે વીજળી મળવાથી રાતના ઉજાગરા બંધ થશે, કડકડતી ઠંડી અને વરસાદમાં રાતે પડતી મુશ્કેલીઓનો અંત આવશે, ખેડૂત હવે દિવસે કામ અને રાત્રે આરામ કરશે. મોરબી વિધાનસભા ક્ષેત્રના ભાજપા ઉમેદવાર શ્રી બ્રિજેશભાઈ મેરજા ને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા શ્રી પટેલે અંતમાં આહવાન કર્યું હતું.

  • કોરોના કાળમાં સંક્રમણ અટકાવવામાં અને નાગરિકોને ઉત્તમ માં ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ મળે તે માટે રાજ્યની ભાજપા સરકારે કેન્દ્રની ભાજપા સરકારના સહયોગથી દિન રાત કાર્યરત રહી સતત પ્રયત્નો કર્યા છે. – શ્રી નીતિનભાઈ પટેલ
  • પરિણામે સમગ્ર દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કોરોના મહામારીને કારણે માનવ હાની ઘટાડવામાં આપણે સફળ રહ્યા છીએ. શ્રી નીતિનભાઈ પટેલ
  • કોંગ્રેસે હંમેશા વંશવાદને, પરિવાર વાદને પ્રોત્સાહન આપ્યું છે. માત્ર એક જ પરિવારની પૂજા અને એક જ પરિવારના સભ્યોનો કોંગ્રેસ પર કબજો રહ્યો છે. કોંગ્રેસ પક્ષમાં જ આંતરિક લોકશાહીનો અભાવ છે. શું આવો પક્ષ દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતને મજબૂતાઇ અને સન્માન આપી શકે ? – શ્રી નીતિનભાઈ પટેલ
  • ભાજપા એ કાર્યકર્તાઓની પાર્ટી છે. ભાજપા માં જ નાનામાં નાનો કાર્યકર્તા રાજ્યના મુખ્યમંત્રી થી લઈને દેશના વડાપ્રધાન સુધીના પદ સુધી પહોંચી શકે છે. ભાજપા એ એકમાત્ર રાજકીય સંગઠન છે. જે સંગઠન ને સેવાનું માધ્યમ ગણીને સમાજસેવામાં કાર્યરત છે. – શ્રી નીતિનભાઈ પટેલ
  • કોંગ્રેસની સરકારોના ગુજરાત વિરોધી વલણ અને રાજ્યના કોંગ્રેસીઓની ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના માટેની ઉપેક્ષાના કારણે અનેક વિઘ્નો આવ્યા. – શ્રી નીતિનભાઈ પટેલ
  • વડાપ્રધાન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સાતત્યપૂર્ણ પ્રયાસો અને અડીખમ સંકલ્પ શક્તિના પરિણામે ” માં નર્મદા ” ના નીર કેવડિયા કોલોની થી સુદુર છેક કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યા છે. સરદાર સાહેબ ના સ્વપ્નને સાકાર કરવાનું કાર્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. -શ્રી નીતિનભાઈ પટેલ
  • ભારતના જુદા જુદા રજવાડાંઓને એક કરી અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે ઐતિહાસિક કાર્ય કર્યું છે.દેશને આઝાદી અપાવવામાં માત્ર ને માત્ર પંડિત જવાહરલાલ નહેરુ ને જ જશ આપીને કોંગ્રેસે સરદાર સાહેબ સહિત તમામ શહીદ વીરોનું અપમાન કર્યું છે. – શ્રી નીતિનભાઈ પટેલ
  • ભાજપાની સરકાર એ ખેડૂતોની સરકાર છે, સાડા ત્રણ હજાર કરોડ રૂપિયાના ખર્ચે ‘કિસાન સૂર્યોદય યોજના’ ખેડૂતો માટે શરૂ કરવામાં આવી છે. રાજ્યના ખેડૂતોને હવે દિવસે વીજળી મળવાથી  કડકડતી ઠંડી અને વરસાદમાં રાતે પડતી મુશ્કેલીઓનો અંત આવશે, ખેડૂત હવે દિવસે કામ અને રાત્રે આરામ કરશે. – શ્રી નીતિનભાઈ પટેલ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM