આવતીકાલે ૩૧ ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલનો ધારી વિધાનસભા ક્ષેત્રનો અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ નો અબડાસા વિધાનસભા ક્ષેત્રનો ચૂંટણી પ્રવાસ યોજાશે.
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં પ્રવેશી રહ્યો છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, ભાજપાના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રીઓશ્રી પરશોત્તમભાઈ રૂપાલા, શ્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, પ્રદેશ ભાજપાના ચુંટણી ઇન્ચાર્જશ્રીઓ સહિત પ્રદેશ ભાજપાના પદાધિકારીઓ અને અગ્રણીઓ દ્વારા અવિરત અને સાતત્યપૂર્ણ ચૂંટણી પ્રચાર આગળ વધી રહ્યો છે.
આવતીકાલે ૩૧ ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલનો ધારી વિધાનસભા ક્ષેત્રનો અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો અબડાસા વિધાનસભા ક્ષેત્રનો ચૂંટણી પ્રવાસ યોજાશે.
જેમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલ આવતીકાલે ધારી વિધાનસભા બેઠકના ભાજપા ઉમેદવાર શ્રી જે.વી. કાકડિયાના સમર્થનમાં સાંજે ૫:૦૦ કલાકે સર્વાંગી વિકાસ ટ્રસ્ટ ગ્રાઉન્ડ, બગસરા ખાતે જાહેરસભાને સંબોધશે. ત્યારબાદ સાંજે ૫:૫૦ કલાકે વિધાનસભા સંકલન સમિતિના હોદ્દેદારો, જવાબદાર પદાધિકારીઓ સાથે બેઠકમાં ઉપસ્થિત રહેશે.
જ્યારે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ આવતીકાલે અબડાસા વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાના સમર્થનમાં ૨:૩૦ કલાકે ઉમિયા માતાજી સંસ્થાન, વાંઢાઈ ખાતે દર્શન કરશે અને બપોરે ૩:૦૦ કલાકે નખત્રાણા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી પૂર્વ મુખ્યમંત્રી શ્રી સ્વ કેશુભાઈ પટેલની શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપશે. ત્યારબાદ સાંજે ૬:૦૦ કલાકે વિથોણ તા. નખત્રાણા ખાતે જાહેરસભાને સંબોધશે.
- મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, ભાજપાના પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, શ્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, પ્રદેશ ભાજપાના ચુંટણી ઇન્ચાર્જશ્રીઓ સહિત પ્રદેશ ભાજપાના પદાધિકારીઓ અને અગ્રણીઓનો અવિરત ચુંટણી પ્રવાસ
- મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલ આવતીકાલે ધારી વિધાનસભા ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ ટ્રસ્ટ ગ્રાઉન્ડ, બગસરા ખાતે જાહેરસભાને સંબોધશે અને વિધાનસભા સંકલન સમિતિના હોદ્દેદારો, જવાબદાર પદાધિકારીઓ સાથે બેઠકમાં ઉપસ્થિત રહેશે.
- નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ આવતીકાલે અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં ઉમિયા માતાજી સંસ્થાન, વાંઢાઈ ખાતે દર્શન કરશે અને નખત્રાણા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી પૂર્વ મુખ્યમંત્રી શ્રી સ્વ કેશુભાઈ પટેલની શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપશે. ત્યારબાદ સાંજે વિથોણ તા. નખત્રાણા ખાતે જાહેરસભાને સંબોધશે

