રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સેવાધામ ખાતે પરિવાર મિલન નો કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

તા,27/02/2023 ના રોજ સાંજે આહવા સેવાધામ ખાતે પરિવાર મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ મા મુખ્ય વક્તા તરીકે શ્રી નંદલાલજી જોશીવરિસ્ટ પ્રચારક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપસ્થિત રહ્યા હતાં.
એમનુ સ્વાગત પુષ્પોથી કરવામા આવેલ,ત્યારબાદ પરિવાર વચ્ચે પ્રશ્નનમંચ કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિ ને અનુરૂપ થયો, ત્યારબાદ દીપ પ્રગટાવી ભારતમાતા નુ પૂજનનો કાર્યક્રમ થયો,નવસારી જિલ્લાના જિલ્લા કાર્ય વાહક શ્રી દીપકભાઈ સેલાર દ્રારા પ્રારંભિક ઉદબોધન કરવામાં આવ્યું, ત્યારબાદ શ્રી નંદલાલજી જોશી પરિવારનું મહત્વ, ભારતીય સંસ્કૃતિ, પરિવાર વચ્ચે પ્રેમ, સંયુક્ત કુટુંબમાં બાળકોનો ઉછેર, ભારતીય સંસ્કૃતિ મા પરિવાર ઉછેર વિષે સાચી સમજ આપી હતી. આ કાર્યક્રમ મા ૨૫૦ થી વધૂ ભાઈઓ તથા બહેનો એ ભાગ લીધો હતો.આ કાર્યક્રમ ના અંતે પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *