

રીપોર્ટર-ચેતન પટેલ મહેસાણા
મહેસાણા ખાતે જેલ રોડ ઉપર આવેલ પંચદેવ મહાદેવના મંદિર થી જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોરે પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ અંબાલાલભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ કાસા, પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, સાથે મહાદેવના દર્શન કરી રેલી ની શરૂઆત કરી રાજમહેલ રોડ ખાતે થી બજાર માં આવેલ ગણપતિ મંદિરે ગણપતિદાદા ના દર્શન કર્યા ત્યાર બાદ જંગીકાયૅકરો ની મેદની સાથે તોરણવાળી માતાના મંદિરે દર્શને કરવા પહોંચ્યા હતા. ત્યારબાદ ભારત માતાકી જય ના નારા સાથે જિલ્લા કાર્યાલય પર સભા મંડપ એ પહોંચ્યા હતા.
જિલ્લા પ્રમુખ ગીરીશભાઈ રાજગોરે જણાવ્યું હતું કે આ પદ કોઈ પ્રતિષ્ઠા તેમજ ગર્વ લેવાવાળી બાબત નથી પરંતુ આ એક મોટી જવાબદારી સાથે પાર્ટીને મજબૂત કરવા માટે યથાર્થ પરિશ્રમ કરવાનો સમય આવ્યો છે. હું કોઈપણ ભેદભાવ નાત જાત વિના પાર્ટીને બુથ સમિતિ ને વધુ ને મજબૂત કરીને માનનીય નરેન્દ્ર ભાઈ મોદીના હાથ વધુ ને વધુ મજબૂત કરવા પ્રયત્નો કરીશ.
મારા પિતા રાયસંગભાઈ રાજગોરે જનસંગ વખતથી સમર્પિત ભાવનાથી કામ કરેલ છે. આગામી સમયમાં જિલ્લા ટિમ ની સાથે રહીને પાર્ટીને વધુ ને વધુ મજબૂત કરવાનું કામ કરીશ.
આ પ્રસંગે તેમને આવકારવા માટે જિલ્લા ભરમાંથી કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ પટેલ, સાંસદ શ્રી શારદાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર, પ્રદેશ ઉપપ્રમુખ એમ એસ પટેલ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંકભાઇ નાયક, ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, પૂર્વ સાંસદો પૂર્વ ધારાસભ્યો પૂર્વ જિલ્લા પ્રમુખો જનસંઘ વખતના પદાધિકારીઓ યુવા મોરચાના કાર્યકર્તાઓ વેપારીઓ વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.