અમરોલી ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સમસ્ત માલધારી સમાજ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

રિપોર્ટ, મયુર પટેલ

અમરોલીમાં વન મંત્રી મુકેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે આયોજિત ફ્રી મેડિકલ કેમ્પમાં સ્થાનિકોએ નિદાન સારવારનો લાભ લીધો

વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના ૫૪મા જન્મદિવસની સેવા દિવસ રૂપે ઉજવણીના હેતુ સાથે અમરોલીની દેવદીપ સોસાયટી ખાતે સમસ્ત ભરવાડ સમાજ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ ઉપરાંત અમરોલીની બંસરી હોસ્પિટલ અને ગોપીન વિલાના રહીશોએ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના જન્મદિવસે નિઃશુલ્ક મેગા ફ્રી મેડિકલ કેમ્પ યોજ્યો હતો, જેમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. સ્થાનિક નાગરિકોએ નિદાન સારવારનો લાભ લીધો હતો. કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને બ્લડ સુગર ટેસ્ટ, બીપી ચેકઅપ કરવામાં આવ્યું હતું.
સૌ નાગરિકો, આયોજકોએ મંત્રીશ્રીને જન્મદિવસની સામૂહિક શુભકામનાઓ પાઠવી તેમના દીર્ઘાયુની કામના કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *