આજે કારોબારના અંતે શેરબજારમાં તેજી સાથે કારોબાર જાેવા મળ્યો. આજે કારોબારના અંતે ૩૦ શેરો વાળો બીએસઈ સેન્સેક્સ ૫૦૩.૫૫ પોઇન્ટની મજબૂતી સાથે ૪૦,૨૬૧.૧૩ ના સ્તર પર બંધ થયો. તો એનએસઈનો ૫૦ શેરો વાળો નિફ્ટી ૧૪૪.૩૫ પોઇન્ટની મજબૂતી સાથે ૧૧,૮૧૩.૫૦ પર બંધ રહ્યો હતો. આજે શરૂઆતી કારોબારમાં બીએસઈના ૩૦ શેરો વાળો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૨૩૩.૧૭ પોઇન્ટની મજબૂતી સાથે ૩૯,૯૯૦.૭૫ પર ખુલ્યો હતો. તો એનએસઈનો ૫૦ શેરોનો સૂચકાંક નિફ્ટી ૬૫.૩ અંકની મજબૂતી સાથે ૧૧,૭૩૪.૪૫ ના સ્તર પર ખુલ્યો હતો. સુપ્રીમ કોર્ટ પાંચમી નવેમ્બરના રોજ લોન મોરેટોરિયમ અંગે સુનાવણી કરવાની હોવાથી બેન્કો અને ફાઇનાન્સિયલ સેક્ટરની આગેવાની હેઠળ સેન્સેક્સ ઊચકાયો હતો. સેન્સેક્સ ૫૦૩.૫૫ પોઇન્ટ ઉચકાઈને ૪૦,૨૬૧.૧૩ પર બંધ આવ્યો હતો. નિફ્ટીએ પણ શાનદાર રેલી સાથે દિવસ દરમિયાન ૧૪૪ પોઇન્ટનો કે ૧.૨૪ ટકાનો વધારો નોંધાવતા ૧૧,૮૧૩ પોઇન્ટ પર બંધ આવ્યો હતો. નિફ્ટીના સૌથી વધુ વધનારા પાંચ શેરો હતા આઇસીઆઇસીઆઇ બેન્ક, હિંદાલ્કો અને એસબીઆઇ, એચડીએફસી, અને પાવર ગ્રિડ હતા. જ્યારે યુપીએલ, એનટીપીસી અને રિલાયન્સ, નેસલે અને એચસીએલ ટેક નિફ્ટીના ટોચના પાંચ ઘટનારા શેરો હતા. ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સે ઘટાડો જારી રાખ્યો હતો. જીએસટીની આવકમાં સુધારાની સાથે પીએમઆઇ પણ ૧૩ વર્ષના ઊંચા સ્તરે પહોંચવાના લીધે ધંધાકીય પરિદ્રસ્ય સુધરતા વધેલી માંગના લીધે બેન્કિંગ શેરો લાઇમલાઇટમાં હતા. ફેડની બેઠક પૂર્વે બજારોમાં વિશ્વાસ જળવાયો હતો, કારણ કે બજાર માને છે કે વ્યાજદર નહીં વધારાય તતા અર્થતંત્રમાં સુધારો કરવા માટે વધુને વધુ અંકુશમુક્તિના પગલાં લેવાશે.

