અરવલ્લી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી

અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

આજે મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી પ્રશસ્તિ પરીકની અઘ્યક્ષતામાં બેઠક મળી હતી.બેઠકમાં જિલ્લાના લોકપ્રતિનિધિ તરફથી મળેલા પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ. અધિકારીશ્રીઓ દ્વારા પ્રશ્નોના યોગ્ય નિકાલ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. બેઠકમાં પાણી નિકાલ, સિંચાઈ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી.

બેઠકમાં બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન, સરકારી લેણાં, લોક અરજીના નિકાલ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા.

આ બેઠકમાં ધારાસભ્યશ્રી પી. સી. બરંડા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કમલ શાહ, જિલ્લા પોલીસ વડાશ્રી સંજય ખરાત સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *