


રીપોર્ટર ચેતન પટેલ-મહેસાણા
મહેસાણા ની અંદર આવેલ રાધનપુર રોડ ઉપર દૂધેશ્વર મહાદેવ ગ્રૂપ દ્વારા સ્વ સંકેત અશોકભાઈ પટેલ ની પ્રથમ માસિક પૂણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું મહેસાણા જેસિસ ચેરિટેબલ ટ્રસ્ટ વોલેન્ટરી દ્વારા આ રક્તદાન બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું આ બ્લડ ના લીધે ધણાબધા લોકો નું જીવન બચાવવાવામા મદદરૂપ થાય છે આ રક્તદાન શિબિર કેમ્પ ની અંદર ૨૫૦ થી વધારે બ્લડ ની બોટલ જમા કરવામાં આવી હતી
આ બ્લડ ડોનેશન કેમ્પ દૂધેશ્વર મહાદેવ સાઈકલ ગ્રૂપ જે ગ્રૂપ ના સભ્યો દરરોજ સવારે ૧૫ થી વધારે કિલોમીટર જેટલી એકસાથે ભેગા મળીને સાઈકલ ચલાવે છે અને પબ્લિક ની અંદર જાગૃતતા ફેલાવવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે અને લોકો ને સમજાવવા માગે છે કે આ સાઈકલીગ કરવાથી શરીર તમારું સારું રહેશે અને હંમેશા નિરોગી રહે છે તેવા ઉદ્દેશથી સારી એવી પ્રવૃત્તિ પણ આ ગ્રૂપ દ્વારા કરવામાં આવે છે
