
ગુજરાતી ફિલ્મો ની એક આગવી ઓળખ ઉભી થઈ છે અને હવે દર્શકો પણ ગુજરાતી ફિલ્મો જોવા જાય છે ગુજરાતી સાહિત્ય અને ભાષા ને પોતાના આગવા અંદાજમાં રજૂ કરવા આવી રહી છે ગુજરાતી અને મરાઠી ભાષા માં આવનાર ફિલ્મ નો ટેન્શન ખૂબજ નવા અને સોલીડ વિષય સાથે કોમેડી ફિલ્મ છે જે અત્યારે નિર્માણમાં છે 31 માર્ચ ના રોજ આ ફિલ્મ નું મુહૂર્ત સારા લોકેશન વાળા શુભલક્ષ્મી સ્ટુડિયો ખાતરજ ખાતે થયું હતું અને ખૂબજ ઝડપે ફિલ્મ નું શુટીંગ પૂર્ણ થવાને આરે છે
ફિલ્મ માં 4 હીરો દિવ્યાંગ અને દિવ્યચક્ષુ છે જે પોતાના આગવી શૈલી માં એક હીરોઇન ને લોભાવવા મથે છે ફિલ્મ માં મર્ડર મિસ્ટરી પણ છે જેમાં સીબીઆઇ ઓફિસર આ તપાસ કરે છે.ફિલ્મ માં કોમેડી ,સસ્પેન્સ ,એક્શન અને રોમાન્સ છે ફિલ્મ ના દિગ્દર્શક અને નિર્માતા સાથે વાત કરતા ખબર પડી કે આ ફિલ્મ પછી પણ બીજી એક હિન્દી ફિલ્મ નું મુહૂર્ત કરી શૂટિંગ શરૂ કરવાની તૈયારી પૂર જોશમાં શરૂ થઈ ગઈ છેફિલ્મ શ્રી સિદ્ધિ ફિલ્મ એન્ટરટેનમેન્ટ ના બેનર હેઠળ બને છે નિર્માતા તરીકે ભાવેશભાઈ.જે.તન્ના સહ-નિર્માતા અકીલ ગોલાવાલા, ફિલ્મ ના દિગ્દર્શક તરીકે સરજીત રાવલ અને ફિલ્મ ના લેખક છે સમીર અલી ફિલ્મ માં મુખ્ય પાત્ર તરીકે વિશ્રમજીત.નેતૃત્ય પ્રજાપતિ ,વિશ્વજીત .ઇર્શાદ ખાન ક્રિશ્ના ગૂર્જર,તેજસ્વિની,રવિના, રીતું, સહૂદ હાશ્મી,મહેશ રબારી.અને મનોજ રાવ આ ફિલ્મ મે – જૂન મહિના માં રજૂ કરવામાં આવશે જે દર્શકો પોતાનો ખુબજ પ્રેમ આપશે એવી આશા છે