પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત‘ કાર્યક્રમના ૧૦૦માં એપિસોડ સંદર્ભે ગાંધીનગર મહાનગર અને જિલ્લા ભાજપાની સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઇ

ગાંધીનગર મહાનગરના ૨૭૨ બુથ અને ૫૯ શક્તિકૅન્દ્રો ખાતે તેમજ સમગ્ર ગાંધીનગર જિલ્લાના ૯૫૯ બુથ સહિત ૧૩૩ શક્તિ કેન્દ્ર ઉપર મન કી બાત કાર્યક્રમ નિહાળવાનું આયોજન.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો મન કી બાત કાર્યક્રમ સાચા અર્થમાં પ્રોત્સાહક, ઉત્સાહવર્ધક, જ્ઞાનવર્ધક અને માર્ગદર્શન પૂરું પાડનાર છે.- શ્રી ઋચિર ભટ્ટ

મન કી બાત કાર્યક્રમ જનજાગૃતિ અને સામાજિક સંદેશનું ઉત્તમ માધ્યમ બન્યો છે જેને ભાજપના કાર્યકર્તાઓ અને દેશના લાખો પરિવાર સહકુટુંબ નિહાળે છે.- શ્રી ઋચિર ભટ્ટ

મન કી બાત ના પ્રથમ એપિસોડથી લઈ આજ દિન સુધી સમાજમાં અનેક સકારાત્મક બદલાવ આવ્યા છે.- શ્રી અનિલભાઈ પટેલ

મન કી બાત ના માધ્યમથી સમાજના નાનામાં નાના વ્યક્તિઓ અને સંસ્થાઓની વાત સમગ્ર દેશમાં પહોંચી છે, જેના કારણે તેના પ્રેરણાદાયી પરિણામો મળ્યા છે.- શ્રી અનિલભાઈ પટેલ

મન કી બાત કાર્યક્રમ થકી છેવાડાના માનવીની સંવેદનાને વાચા આપવાનું કામ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે.- શ્રી હિતેશ મકવાણા

આરોગ્ય, સાંસ્કૃતિક, શૈક્ષણિક સહિત વિવિધ ક્ષેત્રના નાગરિકોના હુનરને ઉજાગર કરવાનું કરવાનું કાર્ય મન કી બાત કાર્યક્રમ દ્વારા થયું છે.- શ્રી હિતેશ મકવાણા

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે ૩૦ એપ્રિલ ૨૦૨૩, રવિવારે સવારે ૧૧.૦૦ કલાકે પ્રસારિત થનાર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત‘ કાર્યક્રમના ૧૦૦માં એપિસોડ સંદર્ભે ગાંધીનગર મહાનગર અને જિલ્લા ભાજપાની સંયુક્ત પત્રકાર પરિષદ શ્રી કમલમ, સેકટર-૨૧ ખાતે ગાંધીનગર મહાનગર ભાજપા પ્રમુખશ્રી ઋચિર ભટ્ટ, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી અનિલભાઈ પટેલ તેમજ મહાનગરના મેયરશ્રી હિતેશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.

પ્રેસ વાર્તાને સંબોધન કરતા મહાનગર ભાજપા પ્રમુખશ્રી ઋચિર ભટ્ટે જણાવ્યું હતું કે, આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ૨૦૧૪માં જનતાના પ્રચંડ સમર્થન અને વિશ્વાસ સાથે દેશનું સુકાન સંભાળ્યું એ વાતને આ વર્ષે નવ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.
આ ૯ વર્ષના સમયગાળામાં દેશે વિકાસ, સંરક્ષણ, સરહદી સુરક્ષા, ગરીબ કલ્યાણ, કૃષિ કલ્યાણ તેમજ આર્થિક માપદંડો ક્ષેત્રે અનેક આયામો સર કર્યા છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે ભારત પોતાનું મજબૂત અને અદ્વિતીય સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ રહ્યું છે. દેશ નવા ભારતના નિર્માણ માટે એકજૂટ થઈને આગળ વધી રહ્યો છે.

અભૂતપૂર્વ, નિર્ણાયક, દૂરંદેશી નેતૃત્વક્ષમતાથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના વિકાસ, સુરક્ષા, એકતા અને અખંડિતતાના રક્ષણની સુનિશ્ચિતતાની સાથે સાથે જનસામાન્યને લગતા વિવિધ વિષયો અંગે સંવાદ થકી દેશભરના નાગરિકોને પ્રોત્સાહિત કરવા અને વિશિષ્ટ તેમજ ઉદાહરણરૂપ કાર્ય કરનાર નાગરિકોની સિદ્ધિઓ અને યોગદાન દેશ સમક્ષ રજૂ કરવા મન કી બાત કાર્યક્રમ શરૂ કર્યો જેનો પ્રથમ એપિસોડ ૩ ઑક્ટોબર ૨૦૧૪ ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો જે નિરંતરતાથી ચાલુ છે અને ૩૦ એપ્રિલ રવિવારે સવારે ૧૧.૦૦ કલાકે મન કી બાત કાર્યક્રમનો ૧૦૦ મો એપિસોડ પ્રસારિત થવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી મન કી બાત કાર્યક્રમ થકી યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત બાળક થી બુઝુર્ગ સુધી દેશના દરેક વર્ગના નાગરિકો અને વિવિધ ક્ષેત્રને લગતા મુદ્દાઓ અંગે છણાવટ કરે છે, નાગરિકોને સ્વયં તેમનો અનુભવ અને વિશિષ્ટ કાર્ય અંગે સમગ્ર દેશને અવગત કરાવવાનો અવસર પ્રાપ્ત થાય છે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો મન કી બાત કાર્યક્રમ સાચા અર્થમાં પ્રોત્સાહક, ઉત્સાહવર્ધક, જ્ઞાનવર્ધક અને માર્ગદર્શન પૂરું પાડનાર છે, મન કી બાત કાર્યક્રમ જનજાગૃતિ અને સામાજિક સંદેશનું ઉત્તમ માધ્યમ બન્યો છે જેને ભાજપના કાર્યકર્તાઓ અને દેશના લાખો પરિવાર સહકુટુંબ નિહાળે છે અને દરેક એપિસોડના અંતે વિભિન્ન વિષયે સકારાત્મક બાબતો ગ્રાહ્ય કરે છે. આ વખતે ૩૦ એપ્રિલ રવિવારે સવારે ૧૧.૦૦ કલાકે મન કી બાત કાર્યક્રમના ૧૦૦ માં એપિસોડના અનુસંધાને ગાંધીનગરના તમામ શક્તિકેન્દ્રો પર પ્રત્યેક બૂથમાં કાર્યકર્તાઓ અને શુભેચ્છકો એકઠા થઇને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને સાંભળે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે અને ૧૦૦ માં એપિસોડના પ્રસારણને ભવ્ય અને વિશિષ્ટ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મન કી બાત કાર્યક્રમ અંગે વધુ ને વધુ જાગૃતિ ફેલાય અને દિન પ્રતિ દિન મન કી બાત કાર્યક્રમના શ્રોતાઓ વધે તેવો સતત પ્રયાસ કરે છે.

જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ૩ ઓક્ટોબર ૨૦૧૪ થી આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સમાજના પ્રત્યેક વર્ગના લોકોના અભિપ્રાયો અને સૂચનો મેળવીને મન કી બાત કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓને સંબોધી રહ્યા છે, જેમાં રોજિંદા જીવનને વણી લેતી બાબતો – મુદ્દાઓને આવરીને દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો મૂકે છે આ વિચારોના પરિણામે સમગ્ર દેશમાં અનેક પરિમાણો પર જન આંદોલનોનું સર્જન થયું છે. મન કી બાત ના માધ્યમથી સમાજના નાનામાં નાના વ્યક્તિઓ અને સંસ્થાઓની વાત સમગ્ર દેશમાં પહોંચી છે, જેના કારણે તેના સકારાત્મક અને પ્રેરણાદાયી પરિણામો પણ મળ્યા છે.

મન કી બાત ના પ્રથમ એપિસોડથી લઈ આજ દિન સુધી સમાજમાં અનેક સકારાત્મક બદલાવ આવ્યા છે. આ ઉપરાંત સમાજ જીવનમાં ખૂબ પ્રેરણાદાયી યોગદાન આપનાર ઘણા લોકોને પણ તેઓએ બિરદાવી તેમની વાતો પણ તેમણે દેશ સમક્ષ મૂકી છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આ મન કી બાત કાર્યક્રમ દેશના 100 કરોડ લોકોએ ઓછામાં ઓછો એક વખત અને જ્યારે 23 કરોડ લોકો નિયમિત રૂપથી આ કાર્યક્રમ સાંભળે છે.

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમના માધ્યમથી લોકોનો ભરોસો જીત્યો છે આ ભરોસો આપમેળે નથી આવતો એ કમાવો પડે છે જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી બતાવ્યું છે આ મન કી બાત કાર્યક્રમના પરિણામે જ સેલ્ફી વિથ ડોટર, ઇન્ક્રેડીબલ ઇન્ડિયા, જવાનોને સંદેશ, ખાદીનું પ્રમોશન, સ્વચ્છતા અભિયાન, પાણી બચાવો, બેટી બચાવો બેટી પઢાવો, મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ જન આંદોલન બન્યા છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સંબોધિત થનાર મન કી બાત ના આ ૧૦૦ મો એપિસોડ જન જન સુધી પહોંચે તે માટે ભાજપા કાર્યકર્તા પ્રત્યેક ઘેર ઘેર જઈને આમંત્રણ પાઠવશે.

મહાનગરના મેયર હિતેશભાઈ મકવાણા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમના ૯૯ એપિસોડ પૂર્ણ થયા છે અને આ તમામ એપિસોડ સમગ્ર દેશે ઉત્સાહભેર નિહાળ્યો છે. આ કાર્યક્રમ થકી છેવાડાના માનવીની સંવેદનાને વાચા આપવાનું કામ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. આરોગ્ય, સાંસ્કૃતિક, શૈક્ષણિક સહિત વિવિધ ક્ષેત્રના નાગરિકોના હુનરને ઉજાગર કરવાનું કરવાનું કાર્ય મન કી બાત કાર્યક્રમ દ્વારા થયું છે. મન કી બાત ના ૧૦૦ માં એપિસોડના પ્રસારણની દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.

આવતીકાલે આદરણી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી મન કી બાતના ૧૦૦ મો એપિસોડ સંબોધી રહ્યા છે ત્યારે ગાંધીનગર મહાનગરના ૨૭૨ બુથ અને ૫૯ શક્તિકૅન્દ્રો ખાતે તેમજ સમગ્ર ગાંધીનગર જિલ્લાના ૯૫૯ બુથો સહિત ૧૩૩ શક્તિ કેન્દ્ર ઉપર આ કાર્યક્રમનું સાંભળવાનું આયોજન ગાંધીનગર જિલ્લા અને મહાનગર ભાજપા દ્વારા કરવામાં આવ્યું છે.

ગાંધીનગર મહાનગર ખાતે ધારાસભ્ય રીટાબેન પટેલ પ્લોટ નં. ૩૦૧ શ્રેયસ સોસાયટી સેકટર-૨૨ બુથ નં.૧૮૨ ખાતે, પૂર્વ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શહેર ભાજપા પ્રમુખ ઋચિર ભટ્ટ ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટર, ઇસ્કોન ગાંઠિયા પાસે સેકટર-૬ બુથ નં.૧૨૯ ખાતે, ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર પંચાયત ઘર ઝુંડાલ બુથ નં.૨૧૫ ખાતે મન કી બાત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. દહેગામ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપાના મન કી બાત કાર્યક્રમના પ્રદેશ ઇન્ચાર્જ અને ગાંધીનગર જિલ્લાના પ્રભારી પંકજભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બુથ નંબર ૧૨૩ મન કી બાત કાર્યક્રમ યોજાશે. ધારાસભ્યશ્રીઓ બલરાજસિંહ ચૌહાણ બુથ નંબર ૧૭ ધનિયોલ, દેહગામ, શ્રી જે. એસ. પટેલ બુથ નંબર ૬૫ ચરાડા તથા શ્રી લક્ષ્મણજી ઠાકોર બુથ નંબર ૧૫૬ બોરીસણા, કલોલ ખાતે મન કી બાત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM