પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમે આજે 100 એપિસોડ પૂરા કર્યા. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે મુંબઈ, મહારાષ્ટ્રમાં ‘મન કી બાત’ કાર્યક્રમનો 100મો એપિસોડ સાંભળ્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમે આજે 100 એપિસોડ પૂરા કર્યા. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે મુંબઈ, મહારાષ્ટ્રમાં ‘મન કી બાત’ કાર્યક્રમનો 100મો એપિસોડ સાંભળ્યો.

Description: C:\Users\raajeev\Desktop\HM\30.04.2023\107A9792.jpeg

ટ્વીટ દ્વારા, શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમે આજે 100 એપિસોડ પૂરા કર્યા છે, જે પ્રભાવશાળી નેતૃત્વના ઉદાહરણોનું ભવ્ય પગેરું છોડે છે. મેં મુંબઈમાં મન કી બાતનો 100મો એપિસોડ સાંભળ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉપલબ્ઘિ પ્રાપ્ત કરનારાઓ માટેના શબ્દોએ યુવા પેઢીને દેશના ભાગ્યની જવાબદારી સંભાળવા અને બધા માટે વધુ સારું ભવિષ્ય બનાવવા માટે પ્રેરણા આપી છે.

Description: C:\Users\raajeev\Desktop\HM\30.04.2023\107A9778.jpeg

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ કહ્યું કે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એવા સંદેશાઓ તૈયાર કરે છે જે રાષ્ટ્રના ખૂણે ખૂણે પહોંચે, લોકો અને સરકાર વચ્ચે સેતુ બાંધે. તેમણે ઉમેર્યું હતું કે વિવિધ પ્રદેશો, ભાષાઓ અને બોલીઓ પર સંવાદોને પ્લેટફોર્મ આપીને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના સામાજિક લોકતંત્રને મજબૂત બનાવ્યું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *