માંડવી વિધાનસભા ના ધારાસભ્યશ્રી અનિરૂધ્ધભાઈ દવે દ્વારા ભારતીય કિશાન સંધની રજુઆતને ધ્યાને લીધેલ

ભારતના પ્રધાન મંત્રી મા.શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડુતોની આવક બમણી કરવાના સ્વપ્નને સાકાર કરવા તથા આંતરાષ્ટ્રીય મીલેટ વર્ષની ઉજવણી સ્વરૂપે સરકાર દ્વારા માંડવી વિસ્તારના ખેડુતો માટે જાડા ધાન્ય—બાજરો ના સરકારી ખરીદીનો આજે માંડવી પુરવઠા નીગમના ગોડાઉનમાં માંડવી વિધાનસભા ના ધારાસભ્યશ્રી મા. શ્રી અનિરૂધ્ધભાઈ દવેના હસ્તે, માંડવી મામલતદારશ્રી અને કિશાન સંઘના આગેવાનની ઉપસ્થિતીમાં પ્રારંભ કરવામાં આવ્યો. ખેડુતોને આવનાર વર્ષોમાં આ જાડા ધાન્યોના વાવેતરમાં પ્રોત્સાન મળે અને યોગ્ય વડતર મળે રહે તે માટે અત્યાર સુધીની સૌથી ઉંચી બજાર કિંમત રૂા. ૨૬,૫૦– પ્રતિ કિલ્લોના ભાવે આજથી ખરીદીનો પ્રારંભ કરવામાં આવેલ છે જે ૧૫ જુન સુધી ચાલુ રહેશે. આ સમયે ઉપસ્થિત ખેડુતોને ધારાસભ્યશ્રીએ સંબોધીત કરેલ અને જણાવેલ આપણા દેશના વડાપ્રધાન મા. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઓછા પાણીની સિંચાઈ માં પાકતા જાડા ધાન્યોની વિશ્વમાં માંગ ઉત્પન થાય તે માટે પ્રયાસ કર્યો અને એ સફળ રહયા આ ૨૦૨૩ નો વર્ષ બાજરા વર્ષ તરીકે ઓળખાય છે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી મા. શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા અત્યાર સુધી કયારે ન મળ્યા હોય તેવા ભાવ ચુકવી અને ખેડુતો પાસેથી ખરીદી કરવામાં આવે છે અને એનુ મુલ્ય સીધ્ધો ઓનલાઈન ખેડુત ના ખાતા માં જમા કરવામાં આવે છે આમ, સરકારશ્રી હંમેશા ખેડૂતોને સહાય રૂપ થવા તત્પર છે તેની ખાતરી કરાવેલ.આ બાજરાની ખરીદી જે ખેડુતોએ ઓનલાઈન નોંધણી કરાવેલ હતી પરંતુ માંડવી મત વિસ્તારના ઘણા બધા ખેડૂતો ની નોંધણી રહી જવા પામેલ હતી જેથી ધારાસભ્યશ્રીએ રાજય સરકારમાં રજુઆત કરી અને એ નોંધણીની તારીખ લંબાવી અને બીજા રહી ગયેલ ખેડુતો ને તક અપાવી હતી આ બાબતે ભારતીય કિશાન સંધની રજુઆતને પણ ધ્યાને લીધેલ હતી.આમ, ઉપસ્થિત ખેડુતો અને કિશાન સંધના આગેવાનોએ ધારાસભ્યશ્રી નો આભાર માનેલ હતો

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM