



ગુજરાતના પનોતા પુત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુ શાસનના નવ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે ૩૦મી જુન સુધી વિવિધ કાર્યક્રમ દ્વારા વિશેષ જન સંપર્ક અભિયાન નું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે જે અંતર્ગત અપેક્ષિત કાર્યકરોનો એક વર્કશોપ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ જેડી પટેલ ના અધ્યક્ષ સ્થાને હિંમતનગર ખાતે પ્રથમ સ્ક્વેર માં યોજાયો . આ વર્કશોપ માં 30 જૂન સુધી યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે કાર્યકરો ને વિવિધ જવાબદારીઓ પણ સોંપવામાં આવી .આ પ્રસંગે સાંસદ દીપ સિંહ રાઠોડ, સાંસદ રમીલાબેન બારા, સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સકશેના, ધારાસભ્ય રમણલાલ વોરા, ગજેન્દ્રસિંહ પરમાર, વી ડી ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ ધીરુભાઈ પટેલ, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, અશ્વિન કોટવાલ, મહેન્દ્રસિંહ બારીયા,જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા , મહેન્દ્રસિંહ રહેવર સહિત સમગ્ર જિલ્લામાંથી ચૂંટાયેલા તમામ સભ્યો મંડળ સ્તરના સંગઠનના હોદ્દેદારો જિલ્લાના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યુ હતુ.
