રાનકુવા વિભાગ કેળવણી મંડળ સામાન્ય સભા સંપન્ન
રિપોર્ટ ,મયુર પટેલ

“આદિવાસી વિસ્તારના કેળવણી મંડળો અને એની શૈક્ષણિક સંસ્થાઓના વહીવટી શાળામાં માત્ર શાળાના રહેવું પણ કઈ કામકાજ કરવા -વિકાસ માટે આર્થિક સહયોગ માટે પ્રયત્નશીલ રહેવું એમાં પ્રગતિ કર્તવ્ય પાલન નથી .”
આ શબ્દો સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સુરતની ફાઈનાન્સ કમિટીના તથા અન્ય કમિટીના સદસ્ય અને સોયોગિત પ્રોજેક્ટના માર્ગદર્શિકા શ્રી મુકેશ એમ.દેસાઈએ રાનકુવા વિભાગ કેળવણી મંડળના સામાન્ય સભા પ્રમુખને સંબોધતા જણાવ્યા હતા.કે હાઇસ્કૂલના ઉંચા પરિણામો છે પ્રવૃતિમાં શાળા શિરમોર છે રાજ્ય કક્ષાનાં અનેક પારિતોષિક પ્રાપ્ત કર્યા છે પ્રવેશ માટે પડાપડી થાય છે પણ શાળા ભૌતિક સુવિધામાં પાછળ છે મકાનો જર્જરિત થયા છે આ માટે દર વર્ષે કમિટી સભ્યોએ ચોકકસ રકમ એકઠી કરવી જોઈએ આપવી જોઈએ
કેળવણી મંડળના માનનીય મંત્રીશ્રી પ્રા.જશુભાઈ નાયકના ફંડ એકત્રિત કરવાના પુરુષાર્થ હું બિરદાવું છું. પ્રમુખશ્રી બી.સી.દેસાઈ,એન.એન.દેસાઈ અને આચાર્યશ્રીની પણ મહેનત અહેવાલ દ્રારા વાંચવા મળી છે મંત્રીશ્રી જશુભાઈ નાયકના નાના માણસોને મળી રકમ એકત્રિત કરી રહયા છે.પ્રમુખ ઠાકોરકાકા શાળાના વિકાસ માટે અને અધતન રમત મેદાન માટે મથામણ કરી રહયા છે દર અઠવાડિયે શાળાની મુલાકાત લઈ માર્ગદર્શન આપી રહયા છે પોતાના સંપર્કથી દાન પ્રાપ્ત કરી રહયા છે.
ચીખલી તાલુકાના સાદકપોર કણબીવાડના હર્ષદભાઈ મકરભાઈ પટેલ તરફથી રૂ.પાંચ લાખ તથા એમના તરફથી રુ.પંચાવન હજાર પાંચસો પંચાવન દાનની ઘોષણા શ્રી મુકેશભાઈ દેસાઈએ કર હતી. સામાન્ય સભાએ મંડળના મંત્રીશ્રી જશુભાઈ નાયક હિસાબી અહેવાલની ગોઠવણી શિક્ષકોની સંવેદનશીલતની વિગતોની નોધ લીધી હતી.
આચાર્યશ્રી સંજયસિંહ પરમારે ઉંચા પરિણામો માટે થતો શૈક્ષણિક શિક્ષકોનો મળતો સહકાર પ્રવેશ માટે તથા દબાણોની વિગતો સભાને જણાવી હતી. સામાન્ય સભાએ કાર્યસૂચિમાં કામો સર્વાંનુમતે મંજૂર કરી આગામી ત્રણ વર્ષ માટે વ્યવસ્થાપક સમિતિના પ્રમુખશ્રી ઠાકોરભાઈ સી દેસાઈ,ઉપપ્રમુખશ્રી પીનાકીન એન.શાહ, મંત્રી પદે જશુભાઈ નાયક,આચાર્ય સંજયસિંહ પરમાર અને અન્ય ૧૨ સભ્યોની સર્વમતે કરી હતી .શ્રી મુકેશભાઈ દેસાઈ એ સભ્યોનો આભાર માન્યો હતો.
