ગાંધીનગર મહાનગર દ્વારા ભાજપના સાત કાર્યકર્તાઓની વિસ્તારક તરીકે ભોપાલ જવા માટે પસંદગી કરાઈ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારની ઐતિહાસિક સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડવા માટે ગુજરાતમાંથી પસંદ થયેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ૨૬ જુન ૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ભોપાલ (મધ્ય પ્રદેશ) ખાતે પહોંચશે અને પસંદ થયેલ કાર્યકર્તાઓને ત્યાં વર્કશોપ યોજવામાં આવશે અને તારીખ ૨૭ જૂન ૨૦૨૩ ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ” મેરા બુથ સબસે મજબૂત ” વિષય ઉપર કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે, અને “મેરા બુથ સબસે મજબૂત” નો મંત્ર આપશે, ત્યારબાદ પસંદ કરવામાં આવેલ કાર્યકર્તાઓ તા. ૨૭ જૂન ૨૦૨૩ થી ૪ જુલાઈ ૨૦૨૩ સુધી અલગ અલગ મંડળમાં જઈ બુથ સ્તરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારના ૯-વર્ષ સેવા સુશાસન ગરીબ કલ્યાણ જન સંપર્ક અભિયાન અંતર્ગત અને “મેરા બુથ સબસે મજબૂત” માટે કાર્ય કરશે અને ૫ જુલાઈ ૨૦૨૩ ના રોજ મંડલ તરીકે બુથના પ્રભારીઓનું સંમેલનનું આયોજન કરાશે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલ મંત્રને ઘર ઘર સુધી અને મંડળના કાર્યકર્તાઓ સુધી પહોંચાડશે. ભોપાલ (મધ્યપ્રદેશ) ખાતે જવા માટે પ્રદેશ ભાજપ દ્વારા પસંદ થયેલ કાર્યકર્તામાં ગાંધીનગર મહાનગર દ્વારા ઉપપ્રમુખશ્રી અનિલભાઈ શાહ, ઉપપ્રમુખશ્રી તેજસભાઈ આચાર્ય, યુવા મોરચા ના શ્રી દશરથજી ઠાકોર, શ્રી મિતભાઈ ચૌધરી, શ્રી પરાગભાઈ પટેલ, શ્રી જયદીપસિંહ ગોહિલ તથા યુવા મોરચાના કાર્યાલય મંત્રી મનીષભાઈ ત્રિવેદી ભોપાલ (મધ્યપ્રદેશ) ખાતે જઈને પ્રધાનમંત્રી દ્વારા આપેલ મંત્ર ને ઘર ઘર સુધી અને મંડળના કાર્યકર્તાઓ સુધી પહોંચાડશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *