અંકલેશ્વર ની શાળાઓ માં આરોગ્ય કેન્દ્ર દ્વારા ધનુર અને ડિપ્થેરિયા ની રસી મુકવાની શરૂઆત

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા શહેર .ગ્રામ્ય અને જીઆઇડીસી નોટીફાઈડ વિસ્તાર માં અલગ અલગ ટિમો બનાવી શાળાઓ માં પહોંચી 10 વર્ષ અને 16 વર્ષ ના બાળકો ને ધનુર અને ડિપ્થેરિયા ની રસી મુકવાની શરૂઆત કરવામાં આવી છે રાજ્ય સરકાર તરફથી TDની રસીને લઈને કેટલી મોટી અને મહત્ત્વની માહિતી જાહેર કરવામાં આવી છે. જેમાં આ રસી કેવા રોગ સામે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને કોણ લઈ શકે એને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે. આ રસી ટિટેનસ એટલે કે ધનૂર અને ડિપ્થેરિયાને અટકાવી શકે છે. આ રોગ સામે સમયસર સારવારના પગલાં ન લેવામાં આવે તો રોગ ઘાતકી બની જીવલેણ પુરવાર થઈ શકે .TD રસી : ધનૂર અને ડિપ્થેરિયાની મારક રસીની અગત્યની જાણકારી સરકારે શેર કરી છે,TD રસી 10 અને 16 વર્ષ ની વય કિશોર કિશોરીઓ લેવી જ જોઇએ. શાળાએ જતા તરુણોના કિસ્સામાં, ધોરણ ૫ અને ધોરણ ૧૦ ના તમામ વિદ્યાર્થીઓએ TD રસી લેવી આવશ્યક છે.ત્યારે અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા અંકલેશ્વર ગ્રામ્ય ,શહેર અને જીઆઇડીસી વિસ્તાર માં આવેલ શાળાઓ માં અભ્યાસ કરતા 10 અને 16 વર્ષ ની વય ના વિદ્યાર્થીઓ ને TDની રસી મુકવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ,આરોગ્ય વિભાગ ની અલગ અલગ ટિમો બનાવી ને શાળાઓ માં 10 વર્ષ અને 16 વર્ષ ની વયના વિદ્યાર્થીઓ ને TD રસી મુકવામા આવી હતી

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM