ઉદ્યોગકારોના પ્રશ્નોને ઓપન હાઉસ થકી રૂબરૂ સાંભળતા ઉદ્યોગ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત

વડોદરાના ઉદ્યોગકારોને લગતા પડતર, હયાત  પ્રશ્નો માટે “ઓપન હાઉસ” મારફતે હકારાત્મક નિરાકરણ લાવવાના ઉમદા પ્રયાસમાં કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સહભાગી થયા હતા.

        ઔદ્યોગિક વસાહતના સર્વાંગી વિકાસ માટે ઉદ્યોગકારોની રજૂઆતો પરત્વે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, જી.પી.સી.બી., જી.આઈ.ડી.સી.ના સંલગ્ન અધિકારીઓની ઉપસ્થિતમાં થયેલી રજુઆતો અંગે તાકીદે કામગીરી કરવા મંત્રીશ્રીએ સૂચનો આપ્યા હતા. અને રાજ્ય સરકારને લગતા નીતિવિષયક મુદ્દાઓ અંગે આગામી સમયમાં ઘટતું કરવા ખાતરી આપી હતી.

        આ ઓપન હાઉસમાં મકરપુરા, રણોલી, પી.સી.સી., નંદેસરી, પાવી-જેતપુર, સંખેડા, વાઘોડિયા, ડભોઈ, પોર રમણગામડી, સાવલી ઔદ્યોગિક વસાહતના હોદ્દેદારો અને સભ્યો જોડાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *